Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની કરેલી ઉજવણી

‘પ્‍લાસ્‍ટિક પ્રદૂષણનું સમાધાન’ (સોલ્‍યુશન ટુ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન)ની થીમ ઉપર પ્રકૃત્તિને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા અને પર્યાવરણને બચાવવાની વાતને દરેક લોકો સુધી પહોંચાડવા અને લોકોને પ્‍લાસ્‍ટિક પ્રદૂષણથી અવગત કરવા પ્રદેશમાં યોજાયા વિવિધ જન જાગૃતિ કાર્યક્રમો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: સુખી અને તંદુરસ્‍ત જીવન માટે પ્રકૃત્તિની સુરક્ષા અને પર્યાવરણનું સંરક્ષણ ખુબ જરૂરી છે. જેના ઉદ્દેશ્‍યથી દર વર્ષે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં પર્યાવરણની જાળવણી બાબતે લોકોને જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રોત્‍સાહિત કરવામાં આવે છે.
અત્રે યાદ રહે કે, ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ મનાવવાની શરૂઆત ઈ.સ.1972થી કરવામાં આવી હતી. સંયુક્‍ત રાષ્‍ટ્ર સંઘ દ્વારા 05મી જૂન, 1972ના રોજ પહેલો ‘પર્યાવરણ દિવસ’ ઉજવ્‍યો હતો. ત્‍યારથી હવે દર વર્ષે તેની ઉજવણી કરવામાં આવે છે. જેની કડીમાં ભારત સરકારના આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયના દિશા-નિર્દેશ મુજબ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના આરોગ્‍ય વિભાગે પ્રદેશમાં લોકોને પ્રકૃત્તિની સુરક્ષા અને પર્યાવરણનું સંરક્ષણ કરવાબાબતે જાગૃત કરવાના હેતુથી 05મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ‘પ્‍લાસ્‍ટિક પ્રદૂષણનું સમાધાન’ (સોલ્‍યુશન ટુ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન) રાખવામાં આવી હતી. જેનો ઉદ્દેશ પ્રકૃત્તિને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવાનો અને પર્યાવરણને બચાવવાનો છે. આ વાતને દરેક લોકો સુધી પહોંચાડવા અને લોકોને પ્‍લાસ્‍ટિક પ્રદૂષણથી અવગત કરવા માટે પ્રદેશમાં વિવિધ જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે પ્રદેશના દરેક ગામમાં આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા લોકોને ગ્રુપ મીટિંગ દ્વારા જાગૃત કરવામાં આવ્‍યા હતા, જ્‍યારે બીજી તરફ પ્રદેશના મેડિકલ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે નિબંધ અને ચિત્રકળા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ‘પ્‍લાસ્‍ટિક પ્રદૂષણનું સમાધાન’ વિષય ઉપર તેમના વિચાર પ્રગટ કર્યા. ઉપરાંત પ્રદેશના દરેક આરોગ્‍ય કર્મચારીઓએ પ્‍લાસ્‍ટિક પ્રદૂષણ નહીં કરવાના શપથ પણ લીધા હતા.

Related posts

આજે વલસાડમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી થશે

vartmanpravah

મનના અંધારાને દૂર કરવાનો તહેવાર એટલે દિવાળીઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા યોજાયેલો દિપાવલી સ્‍નેહ મિલન સમારંભ

vartmanpravah

ભામટી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં 76 સ્‍વતંત્રતા દિવસની આનંદ-ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી સલવાવમાં ગણેશ મંડળના પંડાલની પાછળ જુગાર રમતા પાંચ યુવાનો ઝડપાયા

vartmanpravah

કપરાડાના સુખાલામાં સેવાયજ્ઞ : 41 હજાર આધુનિક ચુલાનું નિઃશુલ્‍ક વિતરણ કરાયું

vartmanpravah

મલાવ ખાતે આરટીઓ અધિકારીએ નિયમ વિરુદ્ધ ચાલતી માટી ભરેલી બે ટ્રક સામે કરેલી કાર્યવાહી

vartmanpravah

Leave a Comment