વિવિધ જગ્યાએ પ્લાન્ટેશન કરવામાં આવશે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: પર્યાવરણની જાળવણી અને ઉત્કર્ષ માટે દુનિયાભરમાં તા.05 જૂનનો દિવસ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે ઉજવણી કરે છે. તે અંતર્ગત વાપીમાં પણ તા.05 જૂનના રોજ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ની ઉજવણી કરવામાં આવનાર છે.
વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, જી.આઈ.ડી.સી. વાપી નોટીફાઈડ તથા વી.જી.ઈ.એલ.ના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ની ઉજવણી કરવામાં આવનાર છે. જેનું ઉદ્દઘાટન નાણા તથા ઊર્જા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના મુખ્ય અતિથિપણા હેઠળ કરવામાં આવનાર છે. વાપી વિનંતીનાકા આંબેડકર ચોકમાં ટ્રી પ્લાન્ટેશન કરાશે તેમજ ફસ્ટ ફેઝમાં ગ્રીન બેલ્ટનું ઈનોગ્રેશન કરાશે તેમજ સી.ઈ.ટી.પી.માં ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવશે. ગ્લોબલ વોર્મિંગને અટકાવવા વૃક્ષોનું વાવેતર અને જતન કરવાના ખાસ ઉદ્દેશ સાથે વાપીમાં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ની ઉજવણી કરવામાં આવનાર છે.