April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઓરવાડ હાઈવે ઉપર દારૂ ભરેલ ટેમ્‍પાનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર મારેલી પલટી

ટેમ્‍પામાં એક્‍સાઈઝ ડયૂટી ભરેલ આશરે 21.66 લાખનો દારૂ ઉત્તર પ્રદેશથી સેલવાસ લઈ જવાઈ રહ્યો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06: ઉત્તર પ્રદેશથી સેલવાસ ઓઆઈડીસી ખાતે આવવા એક્‍સાઈઝ ડ્‍યુટી ભરેલ ચાર જેટલા દારૂ ભરેલ ટેમ્‍પાનીકળ્‍યા હતા. જે પૈકી ઓરવાડ હાઈવે સ્‍થિત યુપી 37 ટી 5364 નંબરના ટેમ્‍પો ચાલક મોહમ્‍મદ સાજીદ હઝરત ચૌધરી રહે.યુપીના ટેમ્‍પાનું આગળનું ટાયર પંચર થતાં અને પાછળનું ટાયર પણ ફાટી જતા ટેમ્‍પો હાઈ-વે ડીવાઈડર કૂદાવી મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર આવી પલટી મારી ગયો હતો.
તપાસ દરમિયાન આ ટેમ્‍પામાં એક્‍સાઈઝ ડ્‍યુટી ભરેલ 550 પેટી કિંમત રૂપિયા 21,66,642 ની કિંમતનો રોક ફોર્ડ નામના દારૂનો જથ્‍થો ઉતરપ્રદેશથી ભરી સેલવાસ ઓઆઈડીસી જઈ રહ્યો હતો. સદનસીબે આ અકસ્‍માતમાં કોઈ જાનહાની કે ગંભીર ઈજા થઈ ન હતી.
વલસાડ નશાબંધી આબકારી વિભાગના પી.આઈ. એ.એસ.પટેલ તથા એમનો સ્‍ટાફ પારડી પોલીસ વિગેરેનાઓ ઘટના સ્‍થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

બે બોગસ જન્‍મ પ્રમાણપત્ર રાખવાના પ્રકરણમાં દીવ જિ.પં.ના સભ્‍ય પદેથી ઉમેશ રામા બામણિયાને સસ્‍પેન્‍ડ કરાયા: સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતે જારી કરેલો આદેશ

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ન્‍યુ-ગુજરાત પેટર્નના આયોજન અંગે તાલુકા કક્ષાએ બેઠકો યોજાશે

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજ માટે ડીન સહિત પ્રોફેસરો માટેની ઓર ર1 પોસ્‍ટોને ભારત સરકારે આપેલી મંજૂરી

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી

vartmanpravah

ચીખલી વંકાલમાં સિંચાઈ વિભાગ દ્વારા માઈનોર કેનાલ અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ફેલાયેલી આનંદણી લાગણી

vartmanpravah

Leave a Comment