Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક નિલેશ ગુરવની દિલ્‍હી બદલી : દિલ્‍હીથી વિકાસ અહલાવતની સંઘપ્રદેશ થ્રીડીમાં બદલી

સંઘપ્રદેશ થ્રીડીના વિવિધ વિભાગોમાં નેત્ર દીપક કામગીરી બજાવી ગયેલા રાકેશ કુમાર દહિયા, નિતિન કુમાર જિંદલ અને રાકેશ કુમારની લક્ષદ્વીપ બદલી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
ભારત સરકારના ગૃહ મંત્રાલયે દાનિક્‍સ અધિકારીઓની કરેલીબદલીમાં સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી નિલેશ નિસિકાંત ગુરવનો પણ સમાવેશ થયો છે. તેમની દિલ્‍હી ખાતે બદલી કરાઈ છે. તેમના સ્‍થાને ર009 બેચના સિનિયર દાનિક્‍સ અધિકારી શ્રી વિકાસ અહલાવતને દિલ્‍હીથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મુકાયા છે.
દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં નેત્ર દીપક કામગીરી બજાવી દિલ્‍હી બદલી થયેલા કેટલાક અધિકારીઓની લક્ષદ્વીપ ખાતે પણ બદલી કરાઈ છે જેમાં શ્રી રાકેશ કુમાર દહિયા, શ્રી નિતિન કુમાર જિંદલ, શ્રી રાકેશ કુમારનો સમાવેશ થાય છે. જ્‍યારે 2018 બેચના શ્રી પિયુષ મોહંતીની પણ લક્ષદ્વીપ ખાતે બદલી કરાઈ છે.

Related posts

ધરમપુર-કપરાડામાં એસ.ટી.ની પ્રવાસન બસને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ, આગામી બંને રવિવારનું બુકિંગ ફૂલ

vartmanpravah

મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના આરંભથી પ્રવાસનને મળેલો જોરદાર વેગઃ ગ્રામ્‍ય અર્થતંત્રને મજબૂત બનવાનો વિશ્વાસ

vartmanpravah

માનવતાનું ઉમદા ઉદાહરણ : ધરમપુર આઈસીડીએસ કચેરીની ટીમ દર્દીઓના આધારકાર્ડ અપડેટ કરાવવા હોસ્‍પિટલ પહોંચી

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા-દીવના વિદ્યાર્થીએ દર્શાવેલી પ્રમાણિકતા

vartmanpravah

નવસારી જિલ્લામાં કુપોષણ અંગે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ

vartmanpravah

થોડા સમયના આરામ બાદ પારડી વિસ્‍તારમાં ફરી ચોરોની ગેંગ સક્રિય

vartmanpravah

Leave a Comment