ટેમ્પામાં એક્સાઈઝ ડયૂટી ભરેલ આશરે 21.66 લાખનો દારૂ ઉત્તર પ્રદેશથી સેલવાસ લઈ જવાઈ રહ્યો હતો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.06: ઉત્તર પ્રદેશથી સેલવાસ ઓઆઈડીસી ખાતે આવવા એક્સાઈઝ ડ્યુટી ભરેલ ચાર જેટલા દારૂ ભરેલ ટેમ્પાનીકળ્યા હતા. જે પૈકી ઓરવાડ હાઈવે સ્થિત યુપી 37 ટી 5364 નંબરના ટેમ્પો ચાલક મોહમ્મદ સાજીદ હઝરત ચૌધરી રહે.યુપીના ટેમ્પાનું આગળનું ટાયર પંચર થતાં અને પાછળનું ટાયર પણ ફાટી જતા ટેમ્પો હાઈ-વે ડીવાઈડર કૂદાવી મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર આવી પલટી મારી ગયો હતો.
તપાસ દરમિયાન આ ટેમ્પામાં એક્સાઈઝ ડ્યુટી ભરેલ 550 પેટી કિંમત રૂપિયા 21,66,642 ની કિંમતનો રોક ફોર્ડ નામના દારૂનો જથ્થો ઉતરપ્રદેશથી ભરી સેલવાસ ઓઆઈડીસી જઈ રહ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે ગંભીર ઈજા થઈ ન હતી.
વલસાડ નશાબંધી આબકારી વિભાગના પી.આઈ. એ.એસ.પટેલ તથા એમનો સ્ટાફ પારડી પોલીસ વિગેરેનાઓ ઘટના સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.