September 24, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ૩ તબીબોના રિસર્ચ પેપર રાજ્યકક્ષાએ વિજેતા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની પરિષદ “એન્યુઅલ સ્ટેટ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયન એસોસીએશન ઓફ પ્રિવેન્ટીવ એન્ડ સોશિયલ મેડિસિન (IAPSM) એન્ડ ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિયેશન (IPHA)- ગુજરાત ચેપ્ટર” તારીખ 15, 16 અને 17 માર્ચ 2023ના રોજ યોજાઈ હતી.
રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના 350 થી વધુ અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને તબીબી તજજ્ઞોની હાજરીમાં 120થી વધુ આરોગ્યની વિવિધ બાબતોના રિસર્ચ પેપર રજૂ થયા હતા. જેમાં વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ એમના રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. અત્રેના કોમ્યુનિટી મેડિસિન વિભાગના મદદનીશ પ્રાધ્યાપકો ડોક્ટર પ્રીતિ સોલંકી અને ડોક્ટર નેહા પટેલના રિસર્ચ પેપર રાજ્ય કક્ષાના ટોપ ટેન રિસર્ચ પેપરમાં પ્રતિષ્ઠિત “શ્રી એચ એમ પટેલ એવોર્ડ સેશન”માં સિલેક્ટ થયા હતા, જેમાંથી ડોક્ટર પ્રિતી સોલંકીને રાજ્ય કક્ષાનો દ્વિતીય પુરસ્કાર મળ્યો છે. વલસાડ જીએમઇઆરએસ મેડિકલ કોલેજના અનુસ્નાતક વિદ્યાર્થી વેદાંત દેસાઈને “નોન કોમ્યુનીકેબલ ડીસીઝ” ઓરલ પ્રેઝન્ટેશન શ્રેણી હેઠળ તૃતીય ઇનામ મળ્યું છે. સંસ્થાના ઇન્ટર્ન ડોકટર અબરાર હુસેનનું પણ રિસર્ચ પેપર ઓરલ પ્રેઝન્ટેશનની શ્રેણીમાં પસંદગી પામ્યું હતું. તમામ રિસર્ચરોને વિભાગનાં વડા ડૉ સુનિલ નાયકનું મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ, તથા કોલેજના ડીન કમલેશ શાહ દ્વારા પણ પ્રોત્સાહન મળ્યું હતું.

Related posts

ગુરૂવારની મોડી રાત્રિએ પડેલા ધોધમાર વરસાદના કારણે ખાનવેલ-દૂધની રોડ પર ખાડામાં પડેલી ઈલેક્‍ટ્રીક બસને ક્રેન વડે બહાર કઢાઈ

vartmanpravah

વલસાડપારડીમાં પા પા પગલી પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથે સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જિલ્લાની આશ્રમશાળાના શિક્ષકો અને સેવાભાવી સંસ્‍થાઓના 120 કાર્યકરોએ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તાલીમ મેળવી

vartmanpravah

સૈયદ મુસ્‍તાક અલી T-20 શ્રેણી માટે સંઘપ્રદેશ દમણના યુવા ખેલાડી હેમાંગ પટેલ અને ઉમંગ ટંડેલની ગુજરાત ટીમમાં પસંદગીઃ કોચ ભગુ પટેલે આપેલી માહિતી

vartmanpravah

દાદરાથી છ જુગારીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

ઉત્તરાખંડના દેહરાદૂનમાં આયોજિત ભાજપ મહિલા મોરચાની રાષ્‍ટ્રીય કારોબારી બેઠકમાં સંઘપ્રદેશ 3ડી ભાજપ મહિલા મોરચાએ લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment