Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસનું વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સ લંડનમાં નામ દાખલ થયું: સમગ્ર પોલીસ બેડા અને પ્રશાસનમાં આનંદની લાગણી

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશના પોલીસ વિભાગમાં કોમ્‍પ્‍યુટર સાક્ષરતા ક્ષેત્રે આપેલા ખાસ જોરનું પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સમાં દાદરા નગર હવેલી પોલીસનું નામ દાખલ થતાં સમગ્ર પોલીસ બેડા અને પ્રશાસનમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશના પોલીસ વિભાગમાં કોમ્‍પ્‍યુટર સાક્ષરતા અંગે ખાસ જોર આપ્‍યું હતું. જેના પરિણામે પોલીસ વિભાગે નિયમિત રીતે પોલીસ વિભાગના કર્મીઓને કોમ્‍પ્‍યુટરના ક્ષેત્રે તાલીમ પ્રદાન કરવાની સાથે નવા સોફટવેર અને એપ્‍લિકેશન પણ વિકસિત કર્યા છે. જેનો ઉપયોગ પોલીસ તંત્ર દ્વારા કેસની તપાસ અને સત્‍યાપન માટે કરવામાં આવી રહ્યો છે. દાનહ પોલીસ વિભાગના કોમ્‍પ્‍યુટર ક્ષેત્રે થઈ રહેલા ક્રાંતિકારીપ્રયોગોને સ્‍વીકારી વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સ લંડને દાનહ જિલ્લા પોલીસને 100 ટકા બુનિયાદી કોમ્‍પ્‍યુટર સાક્ષરતા હાંસલ કરવા બદલ પોતાના રેકોર્ડમાં સામેલ કર્યા છે.
દાનહમાં કોમ્‍પ્‍યુટર સાક્ષરતા અંતર્ગત પોલીસ કર્મીઓને એમના નિયમિત કાર્યો જેવા કે અપરાધિક કેસની તપાસ, દુર્ઘટનામાં મૃત્‍યુ સંબંધિત દરેક પ્રકારના વિવરણને સીસીટીએનએસમાં ભરવા બુનિયાદી કોમ્‍પ્‍યુટર શિક્ષણ અંગે જાગૃતતા પેદા કરવાનો ઉદ્દેશ રહ્યો છે.
સંઘપ્રદેશના ડી.આઈ.જી. શ્રી મિલિંદ મહાદેવ ડુમ્‍બેરે અને એસ.પી. શ્રી આર.પી.મીણાએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લઈ વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડમાં મળેલ એવોર્ડને સુપ્રત કર્યો હતો. પ્રશાસકશ્રીએ દાનહ જિલ્લા પોલીસની આ મુદ્દે સરાહના પણ કરી હતી.

Related posts

વાપીમાં માર્ગ પહોળાઈ તથા ગટરલાઈન પસાર કરવાની કામગીરી શરૂ

vartmanpravah

વિજયના વિશ્વાસ સાથે વાપીમાં દબદબાપૂર્વક ‘ગુજરાત ગૌરવ યાત્રા’ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વિકાસ સપ્તાહની ઉજવણી થશે

vartmanpravah

વાપી જ્ઞાનધામ સ્‍કૂલની વિદ્યાર્થીની અક્ષયા રાજકુમાર ધો.12 આર્ટસમાં રાજ્‍યમાં ટોપર

vartmanpravah

કેન્દ્રીય ખાતર અને રસાયણ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ઓનલાઈન ટીવી પ્રસારણના માધ્યમથી સેલવાસમાં કિસાન સમૃદ્ધિ કેન્‍દ્રનો કરાયો શુભારંભ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ અમદાવાદથી લીલી ઝંડી બતાવી પારડીના ન્‍યુ પારડી નામના ગુડ્‍સ રેલવે સ્‍ટેશનનું કર્યું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment