Vartman Pravah
Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના પંચલાઈમાં મેડિકલ વેસ્‍ટનો જથ્‍થો ખુલ્લામાં ફેંકાતા સ્‍થાનિકોમાં રોષ

પારડી પોલીસ સ્‍ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે જીપીસીબીને સાથે રાખી હાથ ધરી કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06: પારડી પંચલાઈ ગામના પારસી ફળિયામાં ગોવિંદભાઈ બાબુભાઈ પ્રજાપતિના ઈંટના ભઠ્ઠાની સામે રોડની બાજુમાં 16 જેટલી પ્‍લાસ્‍ટિક બેગોમાં મેડિકલ વેસ્‍ટનો જથ્‍થો કોઈ તત્‍વો જાહેરમાં ફેંકી જતા ગામના સરપંચના પતિ ચીમનભાઈએ પારડી પોલીસ સ્‍ટેશને ફરિયાદ નોંધાવી હતીજેને લઈ નજીકની આરોગ્‍ય વિભાગની ટીમ અને પારડી પોલીસ ઘટના સ્‍થળે પહોંચી તપાસ દરમ્‍યાન 16 બેગોમાં ઈન્‍જેક્‍શન, બોટલો, ગ્‍લોસ બોટલની નળી સહિતની ચીજોનો મેડિકલ વેસ્‍ટનો જથ્‍થો જોવા મળ્‍યો હતો. આ મેડિકલ વેસ્‍ટને નાશ કરવા માટે પારડી પોલીસે જી.પી.સી.બી.ને જાણ કરી હતી. ખુલ્લામાં આ રીતે માનવજાત સાથે પર્યાવરણને પણ નુકશાન પહોંચે તેવા કળત્‍ય થતા સ્‍થાનિકોમાં રોષ ફેલાયો છે અને આ કોના દ્વારા ફેંકવામાં આવ્‍યો છે અને જેણે પણ ફેંકયો છે. તેમને શોધી તેમના વિરુધ્‍ધ પારડી પોલીસ અને જી.પી.સી.બી સહિતના વિભાગો લાલ આંખ કરી અને બેજવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકો દ્વારા માંગ થઈ રહી છે.

Related posts

વાપીમાં કાર્યરત રોડ, પુલ, અંડરપાસ અને હાઈવેના કામો અંગે ગાંધીનગરમાં ઉચ્‍ચ બેઠક યોજાઈ

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

દાનહઃ દપાડામાં કંપની સ્ટાફની બસ સાથે મોપેડ અથડાતા ઈજા પામેલ મોપેડચાલક યુવાનનું સારવાર દરમ્યાન મોત

vartmanpravah

વલસાડમાં કેજરીવાલનો ચૂંટણી રોડ શો યોજાયો

vartmanpravah

વલસાડ તિથલ બીચ પર યુવતિએ બે બે વાર આપઘાતનો પ્રયાસ કર્યા : જી.આર.ડી.એ ઉગારી લીધી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની લાઈબ્રેરીની મુલાકાત લેતા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધે તથા કેન્‍દ્રિય પંચાયતી રાજ રાજ્‍યમંત્રી કપિલ મોરેશ્વર પાટીલ

vartmanpravah

Leave a Comment