આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ તથા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે દેશભરમાં ખેડૂતોને આત્મનિર્ભર તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન સહિતના વિવિધ ઉદ્દેશો સાથે શરૂ કરાયેલું આત્મનિર્ભર કિસાન અભિયાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.15
આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આજે ભારત સરકારના ‘કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ’ અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે દમણમાં ‘આત્મનિર્ભર કિસાન અભિયાન’નો પ્રારંભ નાની દમણના એરપોર્ટ રોડ ખાતે આવેલ બ્રહ્મકુમારીઝ ડિવાઈન લાઈટ ખાતેથી દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ તથા દમણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નવિનભાઈ પટેલ દ્વારા બ્રહ્મકુમારી કાંતાબેન અને વિવિધ પંચાયતોના સરપંચોની ઉપસ્થિતિમાં કરાવાયું હતું.
‘આત્મનિર્ભર કિસાન અભિયાન’નો ઉદ્દેશ ખેડૂતોને આત્મનિર્ભરતા અંગે જાગૃત કરવા, રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવોથી આઝાદી અપાવવી, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોનેપ્રોત્સાહિત કરવા,ગ્રામિણ જીવનમાં નૈતિક મુલ્યોને જાગૃત કરી સંસ્કાર શુદ્ધિકરણ દ્વારા સશક્ત તથા સમૃદ્ધ બનાવવા, રાજયોગના અભ્યાસથી સ્વસ્થ મન તથા વ્યસનમુક્ત જીવન બનાવવા, અંધશ્રદ્ધા, કુરિતી, કુરિવાજ, કુપ્રથા, વગેરેને દુર કરવા તથા આધ્યાત્મિક સંદેશ આપીને ખેડૂતોને કર્તવ્યનિષ્ઠ બનાવવાનું અભિયાન હોવાની પણ જાણકારી આપવામાં આવી હતી.