Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં આરસેટી દ્વારા તાલીમમાં સફળ થનાર સીમા ભુસારાનું કલેક્ટર ભાનુ પ્રભાના હસ્તે કરાયેલું સન્માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલી જિલ્લાની 83મી જિલ્લા સ્‍તરીય સલાહકાર સમિતિની બેઠક દરમ્‍યાન કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ખાનવેલના રહેવાસી શ્રીમતી સીમા ભુસારાને રૂરલ સેલ્‍ફ એમ્‍પ્‍લોયમેન્‍ટ ટ્રેનિંગ ઇન્‍સ્‍ટિટયૂટસ-આરસેટી (ગ્રામીણ સ્‍વરોજગાર તાલીમ સંસ્‍થાઓ) સેલવાસમાંથી તાલીમ લીધા બાદ સફળતાપૂર્વક પોતાની યાત્રા શરૂ કરવા માટે સન્‍માનિત કરવામાં આવી હતી.
શ્રીમતી સીમા ભુસારાએ નવેમ્‍બર 2022માં આરસેટી ખાનવેલથી બ્‍યુટીપાર્લરની 30 દિવસની તાલીમ લીધી હતી. તેમણે તાલીમ પૂર્ણ બાદ બ્‍યુટી ગાર્ડન નામે ખાનવેલમાં પોતાની નાની દુકાન શરૂ કરી હતી. એમણે બ્રાઇડલ મેકઅપમાં પણ મહારત હાંસલ કરેલ છે અને તેઓ હોમ સર્વિસ પણ આપી રહ્યા હતા. તેઓ લગ્ન પ્રસંગમાં ઉપયોગમાં લેવામાં આવતા આભૂષણો અને ગારમેન્‍ટ ભાડે આપે છે.
ટ્રાઇબલ બેલ્‍ટ અને એકગરીબ પરિવારની મહિલા શ્રીમતી સીમા ભુસારાએ હંમેશા પોતાનો ધંધો કરવાનું સપના સાથે સંકલ્‍પ લીધો હતો. શ્રીમતી સીમા ભુસારા 8મા મહિનાની ગર્ભવતી હોવા છતાં ત્રીસ દિવસની તાલીમ પૂર્ણ કરી હતી અને પોતાની દુકાન ત્‍યારે ખોલી જ્‍યારે એમનો પુત્ર બે મહિનાનો હતો. આ કાર્ય એમની પ્રતિબદ્ધતા અને એમના કામ પ્રત્‍યે દ્રઢ સંકલ્‍પ અને સફળતા પ્રાપ્ત કરવાની ઉત્‍સુકતાનું પ્રમાણ છે.
હાલમાં શ્રીમતી સીમા ભુસારા અંદાજીત રૂા.12થી 15 હજાર રૂા.ની માસિક કમાણી કરી રહ્યા છે અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા સક્ષમ છે અને શ્રીમતી સીમા ભુસારાએ મહિલા સશક્‍તિકરણની એક સાચી મિશાલ પુરી પાડી છે.
શ્રીમતી સીમા ભુસારાના યોજાયેલા સન્‍માન સમારોહ દરમ્‍યાન કલેકટર શ્રીમતી ભાનુ પ્રભાએ શ્રીમતી સીમા ભુસારાની મહેનતની સરાહના કરી હતી અને ભવિષ્‍યમાં જરૂર પડયે હરસંભવ મદદનું આશ્વાશન આપ્‍યું હતું.
સન્‍માન સમારોહ કાર્યક્રમમાં નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી ઉપસ્‍થિત રહ્યા હતા અને શ્રીમતી સીમા ભુસારાના પ્રયાસ અને લગનની સરાહના કરી હતી અને એમના પ્રયાસોમાં ઔર વધુ સિદ્ધિ પ્રાપ્ત થાય એવી કામના કરી હતી.

Related posts

વલસાડમાં આઝાદીની સ્મૃતિરૂપે મશાલ યાત્રા નીકળી, અંદાજે 3000થી વધુ લોકો સ્વયંભૂ ઉમટ્યા

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે મળેલી રાત્રિ ચૌપાલ

vartmanpravah

વલસાડમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લાની ૫ નગરપાલિકાઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમો દ્વારા સફાઇ કામગીરી શરૂ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે હેલિપેડ નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિતે ‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024’માં બ્રોન્‍ઝ મેડલ જીતી રચ્‍યો ઇતિહાસ વિશ્વ સ્‍તરે મેડલ જીતનાર બોક્‍સર સુમિત કેન્‍દ્ર શાસિત પ્રદેશના પ્રથમ ખેલાડી બન્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લાની 12956 ગંગા સ્‍વરૂપા બહેનોને આધાર કાર્ડ-મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવવા અનુરોધ

vartmanpravah

Leave a Comment