April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લામાં કોવિડ- ૧૯ રસીકરણ મેગા કેમ્‍પને સુંદર પ્રતિસાદ: ૯૬૪૮ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

વલસાડ તા.૨૩: વલસાડ જિલ્લાનાં હેલ્‍થ કેર વર્કરો , ફ્રન્‍ટલાઇન વર્કરો તથા ૬૦ વર્ષથી વધુ વયનાં વ્‍યક્‍તિઓને બુસ્‍ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે તેમજ ૧૨ થી ૧૪ વર્ષ વયજુથ, ૧૫ થી ૧૭ વર્ષ વયજુથ તેમજ ૧૮ વર્ષથી વધુ વયનાં લાભાર્ર્થીઓને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જેમાં વંચિત રહેલા લાભાર્થીઓ માટે તા. ૨૨ મે, રવિવારનાં રોજ કોવિડ – ૧૯ ૨સીકરણ મેગા કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

વલસાડ જિલ્લાનાં કોવિડ – ૧૯ ૨સીક૨ણ મેગા કેમ્‍પ અંતર્ગત તા.૨૨મી મે, ૨૦૨૨ના રોજ બપોરે ૩-૦૦ વાગ્‍યા સુધીમાં જિલ્લાની કુલ-૩૦૦ સેશન સાઇટો ઉ૫૨ ફુલ- ૯૬૪૮ લાભાર્થીઓ પૈકી ૪૬૮ વ્‍યક્‍તિઓએ પ્રથમ ડોઝ, ૪૮૩૦ વ્‍યક્‍તિઓએ બીજો ડોઝ તથા ૪૩૫૦ વ્‍યક્‍તિઓએ પ્રિકોશન ડોઝ રસીકરણનો લાભ લીધો છે. આમ વલસાડ જિલ્લામાં કુલ ૯૬૪૮ વ્‍યક્‍તિઓને કોવીડ-૧૯ની રસી આપી કોરોના જેવા ગંભી૨ રોગ સામે લડવા સક્ષમ અને સુરક્ષિત કરવામાં આવ્‍યા હતા.

આ મેગા ડ્રાઇવને સફળ બનાવવામાં જિલ્લા વિકાસ અધિકારી, વલસાડનાં માર્ગદર્શન હેઠળ તથા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રી, અધિક જિલ્લા આરોગ્‍ય અધિકારી, આર.સી.એચ.ઓ., જિલ્લા લેપ્રસી અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી, જિલ્લા ક્‍વોલીટી એશ્‍યોરન્‍સ મેડીકલ ઓફિસર, ડી.આઇ.ઇ.સી.ઓ, તાલુકા હેલ્‍થ ઓફિક્‍સરશ્રીઓ, મેડીકલ ઓફિસરશ્રીઓનાં સુપરવિઝન હેઠળ આરોગ્‍ય કર્મચારીઓ, સી.એચ.ઓ., આરબી એસ કે. ટીમો, આશા બહેનોનો સિંહફાળો રહયો હતો.

વલસાડ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં રસીકરણ કામગીરીમાં વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં તમામ પાત્રતા ધરાવતાં વ્‍યક્‍તિઓને કોવિડ – ૧૯ ૨સીકરણથી સુરક્ષિત કરી, કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવા કોવિડ – ૧૯ ૨સીકરણનો પ્રચાર – પ્રસાર, ગૃહ મુલાકાત લઇ લોકોમાં રસીકરણ પ્રત્‍યે જનજાગૃતિ કેળવી કોવિડ- ૧૯ રસીકરણનો વ્‍યાપ વધારવા માટેનાં તમામ પ્રયત્‍નો હાથ ધરવામાં આવી રહયા છે. જેમાં કોવિડ – ૧૯ રસીકરણ મેગા કેમ્‍પને ખુબ જ સુંદર પ્રતિસાદ મળ્‍યો હતો, એમ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.

Related posts

તેજલાવ ગામે વંકાલ હાઈસ્‍કૂલના 2002 ના બેચ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ડો.સુજીત પટેલની ટીમ ચેમ્‍પિયન બનીઃ જ્‍યારે ડો.નીરજ મહેતાની ટીમ રનર્સઅપ રહી હતી

vartmanpravah

ડ્રગ્‍સકંટ્રોલ ડિપાર્ટમેન્‍ટે  દાનહના સેલવાસ નજીક વગર લાયસન્‍સે દવાનું વેચાણ કરતા બે મેડિકલ દુકાન ઉપર પાડેલો દરોડો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દિશા-નિર્દેશ હેઠળ દમણ જીએસટી વિભાગ પોતાનો દાયરો વધારશેઃ 11થી 30 એપ્રિલ સુધી દરેક પંચાયતો ઉપર રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું આયોજન

vartmanpravah

વાપીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી વિવિધ સેવાકીય કામગીરીથી કરાઈ

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સુશાસન દિવસના ઉપલક્ષમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ.અટલ બિહારી વાજપેયી વિશે યોજેલી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા

vartmanpravah

ઈ.સ. 1772માં જાનોજી ધુળપના મરાઠી નૌકા કાફલાએ પોર્ટુગીઝોનું 40 તોપો અને 120 ખલાસી સૈનિકો સાથેનું સંતાના જહાજ જપ્ત કરી લીધું

vartmanpravah

Leave a Comment