December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના પાટી ગામે વિજ ચેકીંગ કરવા ગયેલા વિજ કંપનીના કર્મચારીઓ ઉપર હૂમલો

સરપ્રાઈઝ ચેકીંગમાં 5 થી 7 જગ્‍યાએ વિજચોરી ઝડપાતા અસામાજીકોએ હૂમલો કર્યો

(વર્તમન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: પારડી તાલુકાના પાટી ગામે આજે શુક્રવારે વિજ ચેકીંગ કરવા માટે ગયેલી વિજ કંપનીના કર્મચારીઓ ઉપર હૂમલો કરવામાં આવતા એક કર્મચારી ઘાયલ થયો હતો.
પારડીના પાટી ગામે વાડ ફળીયા વિસ્‍તારમાં વિજ કંપનીનીટીમ સરપ્રાઈઝ ચેકીંગ કરવા પહોંચી હતી. ચેકીંગ કામગીરી દરમિયાન 5 થી 7 મકાનોમાં વિજ ચોરી પકડાઈ હતી તે અંગે દંડનીય કામગીરી કર્મચારીઓએ હાથ ધરતા ગામના અસામાજીક તત્ત્વો એકઠા થઈ ગયા હતા અને વિજ કંપનીની ટીમ ઉપર હૂમલો કર્યો હતો. તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા એક કર્મચારી ઘાયલ થયો હતો. ઘટના અંગે પારડી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ઘાયલ કર્મચારીને નજીકની હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

Related posts

મોતીવાડા બ્રિજ પર બાઈકને કારે અડફેટમાં લેતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

સંઘપ્રદેશના ઔદ્યોગિક વિકાસની ઝાંખીનો નઝરાણો ઉન્નતિ એક્‍સ્‍પોનો રવિવારથી આરંભ

vartmanpravah

ચીખલીના થાલા ગામે ગત રાત્રે હત્‍યા કરાયેલ યુવાનની લાશ આરોપીઓ ન ઝડપાઈ ત્‍યાં સુધી ન સ્‍વીકારવાનો પરિવારનો ઈન્‍કાર

vartmanpravah

મનપા ઉધનાઝોનમાં ગેરકાયદે બાંધકામની ભલામણ મુદ્દે કોર્પોરેટરો બે જૂથમાં

vartmanpravah

દક્ષિણ વિભાગ કોળી સમાજ દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

સરકારી જમીન પર ગેરકાયદે કબ્‍જા મુદ્દે પ્રશાસન એક્‍શન મોર્ડમાં : દીવ નગરપાલિકાએ 4 ગેરકાયદે તાણી બાંધેલ મકાનોને તોડવાનો આપેલો આદેશ

vartmanpravah

Leave a Comment