July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગોદાલનગર ખાતે એપેક્‍સ મેટરનિટી અને ચિલ્‍ડ્રન હોસ્‍પિટલનું કરવામાં આવેલું ઉદ્‌ઘાટન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: આજરોજ તા.11 જૂન 2023 ને રવિવારે વાપી ગોદાલનગર (જૂની જીવનદીપ હોસ્‍પિટલ) ખાતે એપેક્‍સ મેટરનિટી અને ચિલ્‍ડ્રન હોસ્‍પિટલને ગુજરાત સરકારનાં (નાણાં- ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગનાં) કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનાં હસ્‍તે રિબિન કાપી વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્‍યું હતું.

મંત્રીશ્રી કનુભાઈ દેસાઈજીએ આમ જનતાને આધુનિક સાધન સામગ્રીથી સજજ એપેકસ મેટરનિટી અને ચિલ્‍ડ્રન હોસ્‍પિટલ ખુબજ ઉપિયોગી થશે તેમ જણાવી સંચાલકોને શુભેચ્‍છાઓ પાઠવી હતી.

ઉપરોક્‍ત કાર્યકમમાં વીઆઈએનાં પ્રમુખ અને નોટીફાઇડ બોર્ડનાં ચેરમેન સતીષભાઈ પટેલ, વિઆઈએનાં એડવાયજરી બોર્ડનાં મેમ્‍બર મિલનભાઈ દેસાઈ, આર્થિક સેલ ભાજપ વલસાડ જિલ્લાનાં સંયોજક મહેશભાઈ ભટ્ટ, આઈ.એમ.એ. ડો.વિનયભાઈ પટેલ (એમ.ડી.), જીવનદીપ હોસ્‍પિટલનાં ડિરેક્‍ટર ડો.ઈલેશભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેલ, તદુપરાંત ખૂબ મોટી સંખ્‍યામાં શુભેચ્‍છકો અને વાપીનાં નામાંકીત ડોકટરો પરિવાર સહિત ઉપસ્‍થિત રહી એપેક્‍સ હોસ્‍પિટલનાં સંચાલકો ડો.દીપિકાબેન કેકાન અને ડો.વિવેક કેકાન શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

દલવાડા માહ્યાવંશી ફળિયા ખાતે જલારામ બાપ્‍પાની જન્‍મ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક આનંદ ઉત્‍સાહથી થયેલી ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકાના માણેકપોર-વાંસદા રોડ પર જમીન પચાવી પાડવાની તપાસમાં મોટા માથાઓના નામો ખુલે તેવી શક્‍યતા

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ દ્વારા શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી મંદીર ખાતે સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પુરી : વહિવટદાર પાસે સુકાન રહેશે

vartmanpravah

પોતાના રાજાશાહી શોખને લઈ જાન ગુમાવતો મોટા વાઘછીપાનો આધેડ

vartmanpravah

Leave a Comment