(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: આજરોજ તા.11 જૂન 2023 ને રવિવારે વાપી ગોદાલનગર (જૂની જીવનદીપ હોસ્પિટલ) ખાતે એપેક્સ મેટરનિટી અને ચિલ્ડ્રન હોસ્પિટલને ગુજરાત સરકારનાં (નાણાં- ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગનાં) કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનાં હસ્તે રિબિન કાપી વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રી કનુભાઈ દેસાઈજીએ આમ જનતાને આધુનિક સાધન સામગ્રીથી સજજ એપેકસ મેટરનિટી અને ચિલ્ડ્રન હોસ્પિટલ ખુબજ ઉપિયોગી થશે તેમ જણાવી સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉપરોક્ત કાર્યકમમાં વીઆઈએનાં પ્રમુખ અને નોટીફાઇડ બોર્ડનાં ચેરમેન સતીષભાઈ પટેલ, વિઆઈએનાં એડવાયજરી બોર્ડનાં મેમ્બર મિલનભાઈ દેસાઈ, આર્થિક સેલ ભાજપ વલસાડ જિલ્લાનાં સંયોજક મહેશભાઈ ભટ્ટ, આઈ.એમ.એ. ડો.વિનયભાઈ પટેલ (એમ.ડી.), જીવનદીપ હોસ્પિટલનાં ડિરેક્ટર ડો.ઈલેશભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ, તદુપરાંત ખૂબ મોટી સંખ્યામાં શુભેચ્છકો અને વાપીનાં નામાંકીત ડોકટરો પરિવાર સહિત ઉપસ્થિત રહી એપેક્સ હોસ્પિટલનાં સંચાલકો ડો.દીપિકાબેન કેકાન અને ડો.વિવેક કેકાન શુભેચ્છાઓ પાઠવી હતી.