Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારનેરા ડુંગર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા મંદિરમાં તસ્‍કરો ઘરેણા અને દાનપેટી ચોરી ગયા

લાખોની ચોરી કરી તસ્‍કરો ફરાર : પોલીસે તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લાનું સુપ્રસિધ્‍ધ યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર આવેલ ત્રણ માતાજીના મંદિરોમાં તસ્‍કરો વિતી ગયેલ રાત્રીમાં માતાજી મૂર્તિ શણગારના દાગીના, મુગટ છત્ર અને દાનપેટી મળી લાખોની મત્તા ચોરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.
યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા માતાના મંદિર આવેલા છે. લાખો શ્રધ્‍ધાળુઓ દર્શન કરવા આવે છે. તેવા આ મંદિરમાં ગત રાત્રે માતાજીના મંદિર ટારગેટ કર્યો હતો. ત્રણેય મંદિરમાં માતાજીના શણગારના દાગીના, 3 સોનાની નથણી, 1 સોનાનો મુગટ, 3.80 કી.ગ્રા. ચાંદીના છત્ર મળી લાખો રૂપિયાની ચોરી કરી તસ્‍કરો ફરાર થઈ ગયા હતા. ટ્રસ્‍ટી પંકજ પટેલ અને બાબુભાઈ પટેલએ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા લાયસન્‍સ વિના ધંધો કરતા વેપારીઓને હટાવાયા

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનથી અયોધ્‍યા જવા માટે દમણના યાત્રીઓ સાથે આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેન રવાના

vartmanpravah

દમણઃ કડૈયા ગ્રુપ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં પવનની ગતિ જાણવા માટે 14 પુલો ઉપર મોનીટરીંગ સિસ્‍ટમ લગાવાઈ

vartmanpravah

ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ વાપીની મુલાકાતે

vartmanpravah

Leave a Comment