Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની શાળાઓમાં યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા પ્રવેશોત્‍સવની કરવામાં આવેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: યુવાશક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ સરીગામ દ્વારા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી કાર્યક્રમ નિમિત્તે પ્રાથમિક શાળા ભંડારવાડ તથા આદર્શ બુનિયાદી શાળા, ત્રણ રસ્‍તા સરીગામ ખાતે બાલવાટિકા તેમજ ધોરણ-1ના 12પ નાના ભૂલકાંઓને સ્‍કૂલ બેગ પ્રોત્‍સાહક ભેટ સ્‍વરૂપે આપવામાં આવી હતી. સ્‍કૂલ બેગ મળતા જ નાના ભૂલકાંઓના ચહેરા પર ખુશીથી ખીલી ઉઠયા હતા અને બંને શાળાના તેજસ્‍વી વિદ્યાર્થીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે સરીગામના અગ્રણી શ્રી રાકેશ રાયે સંસ્‍કાર સાથેના શિક્ષણ તેમજ બાળકોને મોબાઈલની કૂટેવ થી દૂર રાખવા શિક્ષકોને ભારપૂર્વક જણાવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં પ્રમુખ સ્‍થાને જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી તેમજ વરિષ્‍ઠ રાજકીય અગ્રણી શ્રી ભરતભાઈ જાદવ, સરીગામના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત, ઉપસરપંચ શ્રી સંજયભાઈ બાડગા, પૂર્વ સરપંચ શૈલેષભાઈ કોમ્‍બિયા, યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ સરીગામના ટ્રસ્‍ટી શ્રીમતી દક્ષાબેન ભંડારી, શ્રી રાજેશભાઈ ચૌધરી, શ્રી અરવિંદભાઈ રોહિત, શ્રી દેવરાજભાઈ ભટ્ટ, શ્રી અજય મૌર્ય, શ્રી નિરજ રાય, સરીગામના અગ્રણી શ્રી વિપુલ રાય, શ્રી હાર્દિક મહેતા, શ્રી મંગુભાઈટેલર, શ્રી વિનોદ ઠાકુર, શ્રી જગદીશ કે. ભંડારી, શિક્ષકગણ, ભંડારવાડ શાળાના મુખ્‍ય શિક્ષક ડો. ધર્મેશભાઈ, આદર્શ બુનિયાદી શાળા સરીગામના મુખ્‍ય શિક્ષક શ્રી બ્રિજેશભાઈ તેમજ મોટી સંખ્‍યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપે 17 સભ્‍યોની લદ્દાખ એડવેન્‍ચર કેમ્‍પ પૂર્ણ કરીને રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

બેંક ઓફ બરોડા, સેલવાસ બ્રાન્‍ચ દ્વારા MSME ક્રેડિટ શિબિર અને ગ્રાહક જાગૃતતા બેઠક યોજાઈ

vartmanpravah

ચીખલીના માણેકપોરથી ઝડપાયેલ યુરિયા ખાતર પૃથ્‍થકરણમાં નિમ કોટેડ યુરિયા નિકળતા ચાર ઈસમો સામે ગુનો નોંધાયો

vartmanpravah

વલસાડની સોફટવેર કંપનીએ દુનિયામાં 80 દેશોમાં ગુજરાત નામ ગુંજતું કર્યું

vartmanpravah

દમણ અને દીવથી પ્રથમ બેઠક જીતાડી ‘અબકી બાર 400 પાર’ના સૂત્ર અને સંકલ્‍પ સાથે ‘એકબાર ફિર મોદી સરકાર’ બનાવવામાં સહયોગ આપવા લાલુભાઈ પટેલે કરેલું આહ્‌વાન

vartmanpravah

દૂધની ગ્રામ પંચાયતની ‘સબ કી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત મળેલી ગ્રામ સભા : વિવિધ વિકાસના કામો ઉપર મંજૂરીની મહોર

vartmanpravah

Leave a Comment