(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ પાલિકામાં પ્રમુખ સહિત તમામ સમિતિઓનો કાર્યકાળ પૂર્ણ થવાની તૈયારીમાં છે. જેથી ઘણાખરા આગેવાન કાઉન્સિલરો પોતાનો ઉલ્લુ સીધો કરવા કાવાદાવા કરતા જોવા મળી રહ્યા છે. આ પ્રકારની એક ઘટનાની ચર્ચા તેજ થવા પામી છે.
ઉમરગામ પાલિકામાં વર્ષ 2020 તથી 2021માં બાંધકામ શાખામાં 11 માસ કરાર આધારીત ફરજ બજાવી ગયેલા ઈજનેર શ્રી પ્રશાંત એમ. માછીનો કાર્યકાળ ભારે વિવાદીત રહ્યો હતો. કામગીરીમાં ફરજ પ્રત્યે બેદરકારી તથા કામોમાં અણઆવડત વગેરે આરોપોનો સામનો કરવા પડયો હતો અને એના પરીણામે ગુજરાત તકેદારી આયોગમાં 2 પ્રકરણો અંગે તપાસ ચાલુ છે અને આ તપાસ પ્રકરણની જાણકારી તાત્કાલિન ચીફ ઓફિસરે મહેકમ શાખાને તારીખ 21-3-2023 ના રોજ જાવક નંબર 202 ના પત્ર દ્વારા કરવામાં આવી હતી.
હવે ઉમરગામ પાલિકામાં વહીવટ અને કારભારમાં અગ્રેસરની ભૂમિકા બજાવતા કેટલાક આગેવાનો આ વિવાદીત ઈજનેરને ફરી ફરજ ઉપર લાવવા દબાણ તેમજ કાવાદાવા કરતા જોવા મળી રહ્યા છે. જે ગતિવિધિ જોતા ઘણા તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે.