December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં લઘુઉદ્યોગ ભારતી મીટિંગ યોજાઈ : એસ.એસ.આઈના વિકાસ અને પ્રશ્નો અંગે ઉદ્યોગપતિ સાથે પરામર્શ કરાયો

લઘુ ઉદ્યોગ ભારતી સંસ્‍થા રાષ્‍ટ્રહિત સાથે ઉદ્યોગ હિતની ચિંતા અને કામગીરી કરે છે : રાષ્‍ટ્રિય અધ્‍યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી જીઆઈડીસી સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં શનિવારે લઘુ ઉદ્યોગ ભારતીની મીટિંગ યોજાઈ હતી. જેમાં લઘુ ઉદ્યોગ સંગઠન, સ્‍મોલ સ્‍કેલ ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રશ્નો અંગે લઘુ ઉદ્યોગ ભારતીના રાજ્‍ય અને પ્રદેશ સ્‍તરના ઉપસ્‍થિત રહેલા હોદ્દેદારો અને વાપીના સભ્‍ય ઉદ્યોગપતિઓ વચ્‍ચે ઘનિષ્‍ઠ વિચાર પરામર્શ થયો હતો.
સ્‍મોલ સ્‍કેલ ઈન્‍ડસ્‍ટ્રીઝના હિતોનું સંરક્ષણ હેતુ એ 28 વર્ષ પહેલાં આર.એસ.એસ.ની પાંખ લઘુ ઉદ્યોગ ભારતીની સ્‍થાપના થઈ હતી. દેશભરના 550 ઉપરાંત જિલ્લાઓમાં લઘુ ઉદ્યોગ ભારતીની 770 ઉપરાંત એકાઈઓ કાર્યરત છે તે અંતર્ગત શનિવારે વાપી જીઆઈડીસી સેન્‍ટ્રલ એક્‍સિલન્‍સમાં લઘુ ઉદ્યોગ ભારતીની મીટિંગ યોજાઈ હતી. જેમાં લઘુ ઉદ્યોગ ભારતી રાષ્‍ટ્રિય સંગઠન પ્રમુખ બળદેવભાઈ પ્રજાપતિ સહિત સુરત-અમદાવાદ-અંકલેશ્વર-વલસાડ લઘુ ઉદ્યોગ સંગઠનના પ્રમુખ, હોદ્દેદારો તથા વાપી એકમ પ્રમુખ મેહુલભાઈ પટેલ, જિલ્લાઅધ્‍યક્ષ જગદીશ પરમાર સહિતના સભ્‍ય ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે રાષ્‍ટ્રિય અધ્‍યક્ષ બળદેવભાઈ પ્રજાપતિએ જમાવ્‍યું હતું કે, લઘુ ઉદ્યોગ ભારતી સંસ્‍થા રાષ્‍ટ્રહિત અને ઉદ્યોગ હિતની ચિંતા કરતી સંસ્‍થા છે. અન્‍ય મોટા ઉદ્યોગોના અનેક સંગઠન કાર્યરત છે જ્‍યારે લઘુ ઉદ્યોગો માટે લઘુ ઉદ્યોગ ભારતી સતત કાર્યરત છે. વાપી કાર્યક્રમનું સંકલન પૂર્વ પ્રમુખ શરદભાઈ ઠાકરે કર્યું હતું.

Related posts

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે ધરમપુર-કપરાડા તાલુકાના મહિલા લાભાર્થીઓ માટે નવતર પ્રયોગ ‘વનિતા’ વિશેષ

vartmanpravah

ચીખલી કાવેરી સુગરમાં ત્રણ જેટલા નવા ડિરેક્‍ટરોની નિયુક્‍તિ

vartmanpravah

વાપી સલવાવમાં ચપ્‍પુ વડે યુવક પર હુમલો

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિની ઉજવણી કરાશે

vartmanpravah

‘પ્રધાનમંત્રી ૨૦૨પ ટીબી નાબૂદી અભિયાન’ અંતર્ગત નાનાપોîઢા સીએચસી ખાતે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહર અને પ્રોટીન પાવડર કરાયેલું વિતરણ

vartmanpravah

ખેરગામના કાકડવેરી ખાતે સાકાર વાંચન કુટિરનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment