(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: યુવાશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ નિમિત્તે પ્રાથમિક શાળા ભંડારવાડ તથા આદર્શ બુનિયાદી શાળા, ત્રણ રસ્તા સરીગામ ખાતે બાલવાટિકા તેમજ ધોરણ-1ના 12પ નાના ભૂલકાંઓને સ્કૂલ બેગ પ્રોત્સાહક ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. સ્કૂલ બેગ મળતા જ નાના ભૂલકાંઓના ચહેરા પર ખુશીથી ખીલી ઉઠયા હતા અને બંને શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સરીગામના અગ્રણી શ્રી રાકેશ રાયે સંસ્કાર સાથેના શિક્ષણ તેમજ બાળકોને મોબાઈલની કૂટેવ થી દૂર રાખવા શિક્ષકોને ભારપૂર્વક જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને જિલ્લા પંચાયતના સભ્ય શ્રી તેમજ વરિષ્ઠ રાજકીય અગ્રણી શ્રી ભરતભાઈ જાદવ, સરીગામના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત, ઉપસરપંચ શ્રી સંજયભાઈ બાડગા, પૂર્વ સરપંચ શૈલેષભાઈ કોમ્બિયા, યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ સરીગામના ટ્રસ્ટી શ્રીમતી દક્ષાબેન ભંડારી, શ્રી રાજેશભાઈ ચૌધરી, શ્રી અરવિંદભાઈ રોહિત, શ્રી દેવરાજભાઈ ભટ્ટ, શ્રી અજય મૌર્ય, શ્રી નિરજ રાય, સરીગામના અગ્રણી શ્રી વિપુલ રાય, શ્રી હાર્દિક મહેતા, શ્રી મંગુભાઈટેલર, શ્રી વિનોદ ઠાકુર, શ્રી જગદીશ કે. ભંડારી, શિક્ષકગણ, ભંડારવાડ શાળાના મુખ્ય શિક્ષક ડો. ધર્મેશભાઈ, આદર્શ બુનિયાદી શાળા સરીગામના મુખ્ય શિક્ષક શ્રી બ્રિજેશભાઈ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.