October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોરાઈ વેલ્‍સપન કંપનીમાં નોકરીનો બાયોડેટા આપી પરત ફરતા ખેરગામના યુવાનને કાળ ભરખી ગયો

પિયુષ પટેલ મિત્ર સાથે બાઈક ઉપર પરત ફરી રહ્યો હતો ત્‍યારે હાઈવે ઉપર કારે ટક્કર મારી દેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.13: ખેરગામથી વાપી મોરાઈ સ્‍થિત વેલ્‍સપન કંપનીમાં નોકરી માટે બાયોડેટા આપી બાઈક ઉપર મિત્ર સાથે પરત ફરી રહેલા યુવાનનો હાઈવે ઉપર અકસ્‍માત સર્જાયો હતો. કારે યુવાનની બાઈકને ટક્કર મારી દેતા ઘાયલ યુવાનનું વલસાડ સિવિલમાં ખસેડાયા બાદ સારવારમાં કરુણ મોત નિપજ્‍યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર ખેરગામ ઊંચાબેટ ફલીયામાં રહેતો 23 વર્ષિય યુવાન પિયુષ ઈશ્વરભાઈ પટેલ મિત્ર સાથે ગતરોજ વાપી મોરાઈ વેલ્‍સપન કંપનીમાં નોકરી માટે બાયોડેટા આપવા બાઈક ઉપર આવ્‍યો હતો. પરત ફરતા હાઈવે ઉપર બાઈક નં.જીજે 21 બી.ઓ. 072ને સફેદ કારે ટક્કર મારી દેતા પિયુષ અને તેનો મિત્ર સાહિલ સુમન પટેલ નીચે પટકાયા હતા. ગંભીર અકસ્‍માતમાં પિયુષ ગંભીર રીતે ઘાયલ થયેલ તેમજ મિત્ર સાહિલને ઈજા પહોંચી હતી. 108માં વલસાડ સિવિલમાં પિયુષને સારવાર માટે ખસેડાયેલ. જ્‍યાં સારવારમાં તેનું મોત નિપજ્‍યું હતું. કાર ચાલક અકસ્‍માત કરી ભાગી છૂટયો હતો. પિયુષના કરુણ મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

Related posts

દાનહમાં આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

vartmanpravah

વરસાદ ખેંચાતા ગરમી સાથે ઉકળાટ વચ્ચે રોગચાળો વકરતા ચીખલી તાલુકાની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો

vartmanpravah

ડેપ્‍યુટી કલેક્‍ટર સાથે યોજાયેલ વિવિધ સમાજ અને ધર્મગુરૂઓ સાથેની બેઠકમાં દમણના દરિયા કે નદીમાં પૂજા સામગ્રી કે પ્‍લાસ્‍ટિકનું વિસર્જન નહીં કરવા તાકીદ

vartmanpravah

આજે દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પંચાયત ઘરોનું ભૂમિપૂજન કરશે

vartmanpravah

‘કરુણા ફાઉન્‍ડેશન’ દ્વારા અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં તમામ વેચાણ બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ટ્રકનું ટાયર ફાટી જતા રેલીંગ તોડી ટ્રક સામેની ટ્રેક ઉપર પલટી ખાઈ ગયો

vartmanpravah

Leave a Comment