
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા 12માર્ચના રોજ નોટરીઝ એક્ટ, 1952ની કલમ-3 હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, નોટરી નિયમો, 1956ના નિયમો 8(4)ની જોગવાઈઓ સાથે, દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ત્રણ વર્ષના સમયગાળા માટે દાનહમાં નોટરી તરીકે સાત જેટલા એડવોકેટોને માન્યતા આપાવાનો આદેશ કર્યો છે. જેમાં (1) હિતેશકુમાર કિસ્મતભાઈ ભંડારી (રહે. ફલેટ નં. 206, ગાર્ડન સિટી, સામરવરણી), (2)પંકજકુમાર નગીનભાઈ ભંડારી (રહેવાસી ઘર નંબર 1118/1, બિહાઇન્ડ હોટેલ વૂડલેન્ડ, સેલવાસ), (3)અમી જયવંતલાલ શાહ (રહે. ફાધર એંગ્લો સ્કૂલ નજીક, સેલવાસ), (4)ગોરધનકુમાર ગણેશભાઈ પુરોહિત (રહેવાસી 4385/1, વૃંદાવન, શિવમ સોસાયટી, ભીડભંજન મહાદેવ મંદિર નજીક, પારડી), (5)નીપુણા મહેન્દ્રસિંહ રાઠોડ (રહે. ઓમ સાઈ વિલા, તીન બંગલો નરોલી રોડ, સેલવાસ), (6)સન્ની ભીખુભાઈ ભીમરા (નિવાસીસુશીલા બંગલો, કારભારીપાડા, ચૌડા, ખેરડી રોડ, હોટેલ હિલ વ્યૂ ઉપરાંત, ખાનવેલ) અને (7)મીનાબેન બાબરભાઈ પટેલ (રહેવાસી 945, નવા ફળિયા, નરોલી)ની નિમણૂક કરવામાં આવી છે જેઓ ત્રણ વર્ષ માટે પ્રદેશમાં નોટરી તરીકેની કામગીરી કરી શકશે. જ્યારે અગાઉ જે વકીલોને નોટરી તરીકે માન્યતા પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી જેઓની અવધી પૂર્ણ થઈ છે.