Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: આજરોજ તારીખ 18-6-2023 ને રવિવારના દિવસે, ગુજરાત સરકારનાકેબિનેટ મંત્રી (નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ) તેમજ પરડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્‍ય માનનીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા પોતાના મતવિસ્‍તારમાં જાહેર જનતાને અતિ ઉપયોગી એવા જાહેર હિતના કાર્યરત વિવિધ કામોની સ્‍થળ મુલાકાત લીધી હતી.

ચાલી રહેલ કામની ચકાસણી, તેમજ જે તે કોન્‍ટ્રાક્‍ટર અને એજન્‍સીના કર્મચારીઓ સાથે ચોમાસા પૂર્વે લોકોને તકલીફ ના પડે એ રીતે જે તે પ્રોજેક્‍ટને સમય મર્યાદામાં અને મજબૂત રીતે પૂર્ણ કરવામાં આવે આ બાબતની ચર્ચા કરી હતી.વિવિધ સ્‍થળ મુલાકાતો દરમિયાન સાથે ઉપસ્‍થિત અગ્રણી શ્રી સતિષભાઈ પટેલ વાપી, વીઆઈએ તેમજ વાપી શહેર ભાજપ પ્રમુખ નોટીફાઈડ ચેરમેન, શ્રી હેમંતભાઈ પટેલ વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ, શ્રી યોગેશ કાબરીયા વી.આઈ.એ., શ્રી મીલનભાઈ દેસાઈ વી.આઈ.એ., શ્રી કોશીકભાઈ પટેલ – કોરપોરેટર વાપી ઉપસ્‍થિત રહ્યા હતા.

જન ઉપયોગી સેવા પ્રોજેક્‍ટ. (1)-બલીઠા પાસે નેશનલ હાઈવે 48 પાસેથી પસાર થતી બિલખાડીના લાઇનિંગ વર્કની મુલાકાત. (2)-નેશનલ હાઈવે 48 ખાતે છરવાડા રોડ અને વાપી શહેરના આસોપાલવ વિસ્‍તારને જોડતો અંડરપાસની કામગીરીની સ્‍થળ મુલાકાત. (3)-વાપી નોટિફાઈડ વિસ્‍તારમાં આવેલ સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલની વાડી પાસેથી બિલખાડીને જોડતી પાકી આરસીસી બોક્‍સ કલવટનીચાલી રહેલ કામગીરીની મુલાકાત. (4)-આર.સી.સી. રોડ વી.આઈ.એ. ચાર રસ્‍તાથી ડુંગરી ફલીયા રોડનું નિરિક્ષણ કર્યું હતું.

Related posts

મોદી સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણી કાર્યનો પ્રારંભ પરિયારી ગામથી કરાશે : આજે જન જાગૃતિ માટે પરિયારી કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન

vartmanpravah

સરીગામમાં ભંગારના ધંધા માટે લોહીયાળ જંગ

vartmanpravah

દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધરૂનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય કર્મચારીઓની જિ.પં. પ્રમુખ અને ડી.ડી.ઓ. સમક્ષ પડતર માંગણીની રજૂઆત

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

બગવાડા ટોલનાકા પર પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો ભરેલીલક્‍ઝરી બસનો પાટો તૂટયો : આબાદ બચાવ

vartmanpravah

Leave a Comment