૧૮થી ૨૦ જૂન સુધી મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોજાઈ રહેલી રાષ્ટ્રીય યોગા ઓલમ્પિયાડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૧૮: ૧૮થી ૨૦મી જૂન સુધી મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોજાઈ રહેલી રાષ્ટ્રીય યોગા અોલમ્પિયાડમાં ‘નેશનલ યુનિટી ઓફ માર્શલ આર્ટ્સ ઈન્ડિયા’ (નુમા ઈન્ડિયા)-દમણના પાંચ યોગા ખેલાડીઅો ભાગ લઈ રહ્ના છે. જેમાં રિયા સિંહ, સની સિંહ, આચાલ સિંહ અને દિવ્યાંશુ સિંહનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે નુમા ઈન્ડિયાના ડાયરેક્ટર શ્રી આકાશ ઉદેશી, સેક્રેટરી શ્રી અર્જુન ઉદેશી અને નુમા ઈન્ડિયાની યોગા કમીટિના સભ્યોઍ તમામ ખેલાડી શાનદાર પ્રદર્શન કરે અને પ્રદેશ તથા દેશનું નામ રોશન કરે ઍવી શુભકામના પાઠવી હતી.