October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના તલાવચોરામાં શ્રી ગણેશ નવયુવક મંડળ ભુધરવાડી આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ધકવાડા ઇલેવન ચેમ્‍પિયન જ્‍યારે કોસંબા ઇલેવન રનર્સઅપ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.25: તલાવચોરામાં શ્રી ગણેશ નવયુવક મંડળ ભુધરવાડી આયોજિત ઓપન ગ્રામ પંચાયત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં 16-જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચમાં ધકવાડા અને કોસંબા ઇલેવન પ્રથમ દાવમાં 8-ઓવરમાં 52-રન ફટકાર્યા હતા. તેની સામે ધકવાડા ઇલેવને 6.2 ઓવરમાં જ 56-રન ફટકારતા ધકવાડા ઇલેવનનો ફાઇનલમાં ભવ્‍ય વિજય થયો હતો. ચેમ્‍પિયન અને રનર્સઅપ ટીમને મહાનુભવોના હસ્‍તે રોકડ ઈનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્‍ટમાં ધકવાડા ઇલેવનના વિકાસભાઈને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્‍યો હતો.
તલાવચોરામાં યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્‍ટના બે દિવસ આસપાસના ક્રિકેટ રસિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ક્રિકેટ મેચની મજા માણી હતી. ઈનામ વિતરણમાં ઉપસ્‍થિત મહાનુભવોએ ચેમ્‍પિયન અને રનર્સઅપ બન્ને ટીમના ખેલાડીઓને અભિનંદન પાઠવી પ્રોત્‍સાહિત કર્યા હતા અને છેલ્લા ત્રણ વર્ષથી ટુર્નામેન્‍ટના સફળ આયોજન માટે શ્રી ગણેશ યુવક મંડળ ભુધરવાડીના યુવાનોને બિરદાવ્‍યા હતા.

Related posts

વાપી છરવાડા હાઈવે અંડરપાસની લોકાર્પણની પૂર્વ તૈયારી શરૂ : નાણામંત્રી અને પોલીસે સ્‍થળ મુલાકાત લીધી

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દમણઃ કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘બેટી સુરક્ષા-બેટી શિક્ષા’ વિષય ઉપર યોજાયેલો સ્‍વ જાગૃતિ કાર્યક્રમ

vartmanpravah

અંતે વલસાડ પાલિકાએ રખડતા ઢોરને પાંજરે પુરવાની કાર્યવાહી આરંભી : 10 ઢોર પાંજરાપોળમાં મોકલ્‍યા

vartmanpravah

વાપી વી.આઈ.એ.માં રેન્‍જ આઈ.જી. અને એસ.પી.નો લોકાભિમુખ જન સંપર્ક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખેડૂતોની વાડીઓમાંથી વધી રહેલા મોટર ચોરીના બનાવો બાબતે પારડી પોલીસ અને ભંગારીયાઓ વચ્‍ચે બેઠક યોજાઈ

vartmanpravah

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

vartmanpravah

Leave a Comment