October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા પંચાયત દ્વારા યોજાયો વિદાયમાન-આવકાર સમારંભ

દમણવાડા ગ્રા.પં.ના સેક્રેટરી નિખીલ મિટનાની કચીગામ બદલીઃ દમણવાડાના સેક્રેટરી તરીકે પ્રિયાંક પટેલે સંભાળેલો અખત્‍યાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21: દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટનાની કચીગામ ગ્રામ પંચાયત ખાતે બદલી થતાં અને નવા સેક્રેટરી તરીકે શ્રી પ્રિયાંક પટેલે અખત્‍યાર સંભાળતાં પંચાયત દ્વારા વિદાયમાન-આવકાર સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ છેલ્લા 31 મહિનાથી સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહેલા શ્રી નિખિલ મીટનાના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, સરકારી કર્મચારીઓના જીવનમાં બદલી-બઢતી હંમેશા જોડાયેલી રહે છે. શ્રી નિખિલ મીટનાએ અઢી વર્ષ સાથે જોડાઈને કરેલા કામ બદલ તેમનો આભાર પણ પ્રગટ કર્યો હતો અને જણાવ્‍યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયતમાં તાલીમ લઈને જઈ રહ્યા છે ત્‍યારે અઘરામાં અઘરૂં કામ કરવા હવે શ્રી નિખિલ મીટના સમર્થ બની ગયા હોવાનો વિશ્વાસ પ્રગટ કર્યો હતો અને તેમને શુભેચ્‍છા વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
નવા વરાયેલા સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલનું અભિવાદન કરી દમણવાડા ગ્રામ પંચાયતના વિકાસમાં ટીમ બની કામકરવા સરપંચશ્રીએ માર્ગદર્શન આપ્‍યું હતું.
આ પ્રસંગે વિદાય લઈ રહેલા સેક્રેટરી શ્રી નિખિલ મીટનાને એક સ્‍મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે પંચાયત સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, દમણવાડા ગ્રા.પં.ના પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, દમણવાડા ગ્રા.પં.ની સલાહકાર સમિતિના સભ્‍ય શ્રી હરેશભાઈ (પપ્‍પુભાઈ) બારી, શ્રીમતી મધુબેન બારી, સ્‍ટાફના સભ્‍યો અને આમંત્રિતો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલવાડા સાંઈબાબા મંદિર પરિસરમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા પ દિવસીય નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

vartmanpravah

નવસારી ઘેલખડી સ્‍થિત વિદ્યાધામ વિદ્યાલય ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્‍યમ શાળા ખાતે ત્રિ-દિવસીય સ્‍પોર્ટ્‍સ-ડેની ઉજવણી પ્રારંભ

vartmanpravah

દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ બનતા યુવરાજ ધોડીઃ ટૂંક સમયમાં થનારૂં કારોબારીનું ગઠન : દાનહમાં કોંગ્રેસે મક્કમતાથી પોતાનો જનાધાર વધારવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

ઝેરમુક્‍ત ખાતઓ, તંદુરસ્‍ત રહો – વલસાડ જિલ્લો પ્રાકૃતિક ખેતીની રાહ પર : 18449 ખેડૂતો ઝેરયુક્‍ત ખેતી છોડી પ્રાકળતિક ખેતી તરફ વળ્‍યા

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ પુલ નજીક સુરતના સોનવણે પરિવારને અકસ્‍માત નડયો

vartmanpravah

દમણ જિલ્લાના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુના નિવારણ અને નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા માટે સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment