સંસ્થાનું પાછલા વર્ષનું વાર્ષિક ટર્ન ઓવર રૂા.48 કરોડ હોવાનું સભામાં પ્રસ્તુત કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : દમણની સૌથી જૂની સંસ્થા ‘‘શ્રી દમણ જિલ્લા સહકારી ભંડાર”ની 61મી વાર્ષિક સાધારણ સભા (ખ્ઞ્પ્)નું આયોજન પ્રમુખ શ્રી કાંતિભાઈ પામસીની અધ્યક્ષતામાં આજે સત્યનારાયણ મંદિર સ્થિત માછી મહાજન હોલમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાઈસ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ ટંડેલ, સેક્રેટરી શ્રી વિષ્ણુ બાબુ તથા ડાયરેક્ટર શ્રી ખુશમનભાઈ ઢીમરની પણ ઉપસ્થિતિ રહી હતી.
પ્રારંભમાં ગત વર્ષની ખ્ઞ્પ્ની મિનિટ્સ વાંચવામાં આવી હતી, ત્યારબાદ ચેરમેન શ્રી હિરેન જોષીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ત્યારબાદ ગત વર્ષના વાર્ષિક હિસાબની સભાસદો સામે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગત વર્ષનું સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર 48 કરોડનું રહ્યું હતું. ‘‘શ્રી દમણ જિલ્લા સહકારી ભંડાર” એ સમગ્ર દમણમાં અમૂલ દૂધઅને અમૂલની અન્ય ઉત્પાદિત ચીજવસ્તુઓનું મુખ્ય વિતરક છે.
અત્રે આયોજીત વાર્ષિક સામાન્ય સભામાં સંસ્થાના વિકાસ બાબતના અનેક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણાં પણ કરવામાં આવી હતી.
આ અવસરે સંસ્થાના અન્ય સભાસદોમાં શ્રી બાબુસિંહ રાજપુરોહિત, શ્રી દેવેન્દ્રભાઈ ઘોડે, શ્રી ધનસુખભાઈ ચાયવાલા, શ્રી હરીશભાઈ ઘૂમરે, શ્રી સૂર્યકાંતભાઈ ભંડારી, શ્રી હર્ષદભાઈ શાહ અને શ્રી મનિષભાઈ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ સ્વયં એજીએમના પ્રમુખ શ્રી કાંતિભાઈ પામસીએ આટોપી હતી અને સભાને બર્ખાસ્ત કરી હતી.