Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સાહ અને શૌર્યની સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

  • સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે આયોજીત પ્રદેશ સ્‍તરના સ્‍વતંત્રતા દિવસના કાર્યક્રમમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સરકારી પ્રવાસ દરમિયાન જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્‍યોને પ્રવાસ ભથ્‍થું અને દૈનિક ભથ્‍થું આપવા કરેલી જાહેરાત 

  • હવે નવી ઔદ્યોગિક નીતિ મુજબ દરેક ગામમાં યોજાશે રોજગાર મેળા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 16: સેલવાસના સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે પ્રદેશ સ્‍તરીય સ્‍વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 76માસ્‍વાતંત્ર્ય દિનના પર્વ નિમિત્તે તિરંગો લહેરાવી લોકોને સંબોધતા જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ વિકાસની તરફ અગ્રેસર થયો છે. ઉદ્યોગના ક્ષેત્રમાં આયાત ઓછી થઈ છે અને નિકાસ વધી રહી છે. આજે આપણે સમગ્ર વિશ્વની સાથે આંખથી આંખ મિલાવીને વાત કરી શકીએ છીએ.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશના તિરંગા અભિયાનની પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, આઝાદીના અમૃત મહોત્‍સવ અને હર ઘર તિરંગા અભિયાનને પ્રદેશના લોકોએ એક ઈતિહાસનું સર્જન કર્યું છે. આપણા પ્રદેશની તિરંગા યાત્રા સુરતથી મુંબઈ સુધી સૌથી લાંબી યાત્રા બની જેનો શ્રેય શાળાઓ, કોસ્‍ટગાર્ડ અને મહિલાઓ તથા તમામ પ્રદેશવાસીઓને જાય છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના ‘નળથી જળ’ જેવી અનેક પરિયોજનાઓથી પ્રદેશવાસીઓને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્‍ધ થઈ છે.
સંઘપ્રદેશને મોડેલ પ્રદેશ બનાવવાના લીધેલા સંકલ્‍પને યાદ કરતાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, તેને સંપૂર્ણ ઈમાનદારીની સાથે પૂર્ણ કરાઈ રહ્યું છે. નવા પંચાયત ઘરોના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે અને નવી ગ્રામ પંચાયત ઘરોના નિર્માણની મંજૂરી પ્રાપ્ત થઈ ચુકી છે. 50 ટકા મહિલા આરક્ષણ અંતર્ગતસંઘપ્રદેશમાં મહિલાઓને જિલ્લા પંચાયત સભ્‍ય, ગ્રામ પંચાયત સભ્‍ય અને નગરપાલિકાના સભ્‍ય બનવાની તક મળી છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ખુશી વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, પ્રદેશની મેડિકલ કોલેજમાં અનુસંધાન સંસ્‍થા બનાવવા માટેની મંજૂરી મળી ગઈ છે અને પોસ્‍ટ ગ્રેજ્‍યુએટના અભ્‍યાસને શરૂ કરવા માટે પ્રશાસન પ્રયાસરત હોવાની જાણકારી આપી હતી. દીવ અને સેલવાસમાં સુંદર એજ્‍યુકેશન હબ બનાવવામાં આવી રહ્યું છે. યુવાનોના શોખને પૂર્ણ કરવા માટે દમણમાં નેશનલ ફેશન ડિઝાઈનિંગ ઈન્‍સ્‍ટીટ્‍યૂટનો આરંભ થઈ રહ્યો છે. આર્કિટેક્‍ટ કોલેજ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નેશનલ લો સ્‍કૂલ માટે ગુજરાતની સાથે મળી કોલેજ સેટેલાઈટ સેન્‍ટરની મંજૂરી મળી ગઈ હોવાની જાણકારી પણ આપી હતી. પ્રદેશની ટેક્‍નીકલ મેડિકલ કોલેજમાં લગભગ 3500 બાળકોને લેપટોપ અપાયા હોવાની માહિતી પણ આપવામાં આવી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, સરકારી પ્રાથમિક શાળાઓમાં 26 ટકા વિદ્યાર્થીઓની વૃદ્ધિ થઈ છે. શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલને 850 બેડની સુવિધા સાથે અત્‍યંત આધુનિક વાતાનુラકૂલિત (એ.સી.) હોસ્‍પિટલ બનાવવામાં આવી રહી છે. દમણમાં નાઈટ માર્કેટ બનાવવાની પ્રક્રિયા થઈ રહી છે. તેમણે પ્રદેશને પ્‍લાસ્‍ટિક મુક્‍ત અને સ્‍વચ્‍છપ્રદેશ બનાવવા માટે પ્રદેશવાસીઓને અભિનંદન પણ આપ્‍યા હતા.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલીના જંગલ વિસ્‍તારમાં થયેલા વધારા બદલ પ્રસન્નતા વ્‍યક્‍ત કરી હતી. ફક્‍ત 6 માસમાં લગભગ 46 હજાર જેટલા વૃક્ષારોપણનું કાર્ય પૂર્ણ થવા બદલ સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે નવી ઉદ્યોગ નીતિ અંતર્ગત ગામ ગામમાં રોજગાર મેળો આયોજન કરવાનો પણ નિર્ણય લીધો હતો. દાદરા નગર હવેલીના દૂધનીને સુંદર પર્યટન સ્‍થળ બનાવવાનો પ્રયાસ ચાલુ છે અને ખાનવેલમાં રિવરફ્રન્‍ટ બનાવવા તથા હોસ્‍પિટલના અદ્યતનીકરણનું કામ શરૂ થઈ ચુક્‍યુ છે. મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડનો વિકાસ અને નાની દમણમાં નગરપાલિકા ક્ષેત્રના વિસ્‍તાર માટે ટેન્‍ડર કાર્ય પૂર્ણ થઈ ગયું હોવાની પણ માહિતી આપી હતી. તેમણે જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્‍યોને સરકારી પ્રવાસ ઉપર જવા માટે પ્રવાસ ભથ્‍થું અને દૈનિક ભથ્‍થું આપવાની પણ જાહેરાત કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 150 ફૂટ લાંબા સ્‍તંભ ઉપર 36×26 ફૂટનો દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સૌથી ઊંચો ઝંડો ફરકાવી એક ઐતિહાસિક પગલું પણ ભર્યું હતું. આ પ્રસંગે આકાશમાં તિરંગા ફૂગ્‍ગાઓ પણ છોડવામાં આવ્‍યા હતા અને હેલિકોપ્‍ટર દ્વારા ફૂલોની વર્ષા પણ કરાઈ હતી. આ પ્રસંગે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્‍તેઉત્‍કૃષ્‍ટ કાર્ય બદલ પુરસ્‍કારોથી સન્‍માનિત પણ કરાયા હતા.
આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્‍યો, પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદ, ડીઆઈજીપી શ્રી મિલિંદ મહાદેવ ડુમ્‍બેરે સહિત આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહઃ બિહાર જન સેવા સંઘ દ્વારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્ર પ્રસાદની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક મણિલાલભાઈ પટેલ સેવા નિવૃત્તઃ શિક્ષણનું સ્‍તર ઊંચું લાવવા અને શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હંમેશા પ્રયાસરત રહ્યા

vartmanpravah

કપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્‍લિનરનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપીમાં “Competitive Exam” વિષય પર વ્યાખ્યાન યોજાયું

vartmanpravah

ખાનવેલ પોલીસે ઉદ્યોગપતિઓ સાથે વિવિધ મુદ્દાઓના સંદર્ભમાં કરેલી મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશમાં પૂર અને તોફાનની આફત સામે લડવા યોજાઈ મૉક ડ્રિલ

vartmanpravah

Leave a Comment