September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં વાહન ચોરી કરતી આંતરરાજ્‍ય ગેંગના ત્રણ ઝડપાયા : 8 ગુનાના ભેદ ઉકેલાયા

વાપીમાંથી કિંમતી ટોયોટા-ઈનોવા કાર ચોરેલી :
10.83 લાખનો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી સહિત આંતરરાજ્‍યમાં કાર ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીતોને પોલીસે ઝડપી પાડયા છે. તેમજ વિવિધ રાજ્‍યના 6 ગુના ડિટેક્‍ટ થયા છે. વાપી વી.આઈ.એ. પાસેથી ચોરી કરેલ ટોયોટા, ઈનોવા કિંમતી કાર પણ ગેંગ પાસેથી મળી આવી હતી.
વાપી વી.આઈ.એ. બિલ્‍ડીંગમાં પાર્ક કરેલ 15 લાખની ટોયોટો, ઈનોવા ક્રિસ્‍ટા કાર નં.જીજે 15 સીજી 8751 કારની ચોરી થયેલી હતી. 20 એપ્રિલે ચોરી થયા બાદ પરિયાદ પછી એ.ઓ.જી.એ ચાંપતી તપાસ હાથ ધરીહ તી. પી.આઈ. જે.એન. ગોસ્‍વામી અને ટીમને વાહન ચોરી ગેંગને પકડી લેવાની સફળતા મળી છે. બાતમી આધારે યુ.પી.એલ. પુલ નજીક ત્રણેય આરોપી કાર સાથે ઝડપાયા હતા. ઝડપાયેલા આરોપીમાં જશપ્રિતસિંગ ઉર્ફે અમનદીપ ઉર્ફે જશી ઉજાગરસિંગ (અરોરા) રહે.પંજાબ, ક્રિષ્‍ણા ઉર્ફે સચીન દેવી શંકર રહે.યુપી તથા પરમિન્‍દરસિંગ ઉપકારસિંગરહે.પંજાબ પરંતુ હાલ રહે.ત્રણે મુંબઈની પોલીસે અટક કરી હતી. ત્રણે આરોપી પાસેથી સ્‍માર્ટ કી, જનરેટર ટુલ્‍સ, કી પ્રોગ્રામર ટુલ સહિતના સાધનો મળી આવેલ છે. આરોપીઓની વધુ પુછપરછ કરતા અન્‍ય વિવિધ રાજ્‍યમાં છ ચોરીના ગુના કબુલ્‍યા હતા. પોલીસ ફરિદયાદી સંદીપ નિરંજન ચાંપાનેરીની કાર સહિત રૂા.10.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

Related posts

કેન્‍દ્રિય રમત-ગમત મંત્રાલયના યુવા બાબતોના આદેશ મુજબ અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દશરથ સ્‍પોર્ટ્‍સ એકેડેમીની મદદથી દાનહ પ્રદેશ સ્‍કાઉટ ગાઈડ મુખ્‍યાલય ડોકમર્ડી ખાતે વિવિધ સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાનહને દુનિયામાં મળેલી નવી ઓળખઃ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

દાનહના 71મા મુક્‍તિ દિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો: પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના હસ્‍તે કરાયેલું ધ્‍વજારોહણ

vartmanpravah

એપ્રિલથી નવા મકાનોમાં સ્કવેર ફૂટ 400-500નો ભાવ વધારો : વલસાડ જિલ્લા બિલ્‍ડર એસો.ની જાહેરાત

vartmanpravah

ચીખલી વિનલ પટેલ હત્‍યા કેસમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્‍ડ પૂર્ણ થતાં સબજેલમાં મોકલી દેવાયા

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુઓની માવજત સંવધર્ન અંગે આપવામાં આવેલુ માર્ગદર્શન

vartmanpravah

Leave a Comment