September 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણવલસાડવાપી

મોટી દમણના ઝરી ખાતેના જુના અને જર્જરીત પુલ ઉપર થયેલા બાઈક અકસ્‍માતમાં એકનું મોત

મોતનું આમંત્રણ દ્વાર બની રહેલા ઝરીના જુના પુલને કાયમી રીતે બંધ કરી ડિમોલીશન કરવું આવશ્‍યક : નહિ તો ચોમાસામાં કામદારો માટે મોતનો કુવો સાબિત થવાની સંભાવના 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19
મોટી દમણના ઝરી ખાતે આવેલા જુના અને જર્જરીત પુલ ઉપર ગઈકાલે થયેલા એક અકસ્‍માતમાં એક બાઈક સવારનું મોત થવાપામ્‍યું છે અને એક ઘાયલ થયો હોવાની માહિતી સાંપડી છે .
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટી દમણ ઝરીથી વાપી તરફ ઝરીના જુના પુલ ઉપરથી પોતાની જ્‍યુપીટર બાઈક નંબર જીજે-1પબી-કયુ-3852 જઈ રહેલા સીટુ(ઉ.વ.રર) (રહે.વાપી ટાંકી ફળિયા) બ્રીજના પોલ સાથે અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત થયું હતું. જ્‍યારે તેની પાછળ બેસેલા સુરજ વિશ્વ કર્મા (ઉ.વ.18)ને સાધારણ ઈજા થઈ હોવાની પોલીસ સુત્રોએ જાણકારી આપી હતી.
અત્રે નોંધનીય છે કે, મોટી દમણ ઝરીથી કચીગામને જોડતો જુનો પુલ ખુબ જ જર્જરીત અને ખખડધજ બની ચૂક્‍યો છે. આ પુલ ઉપરથી અવરજવર કે વાહન હંકારવું મોતને આમંત્રણ આપવા જેવું હોવાનું દેખાય છે. ત્‍યારે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આ બ્રીજનો કાયમી ધોરણ માટે ઉપયોગ બંધ કરાવી તેનું ડિમોલીશન કરવામાં આવે એવી માંગ પ્રબળ બની છે. કારણ કે અગામી ચોમાસાની ઋતુમાં આ બ્રીજ ઉપરથી પસાર થવાનું જોખમ લેતા ઔદ્યોગિક કામદારો માટે મોતનું આમંત્રણ દ્વાર બનવાની પુરી સંભાવના છે.

Related posts

પારડી બેંક ઓફ બરોડામાં મહિલાના ખાતામાંથી રપ હજાર ઉપડી ગયા

vartmanpravah

દિવાળી પૂર્વે વલસાડ જિલ્લાના પોલીસ કર્મીઓને આજે પારડીમાં રૂા. 6.06 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા આવાસની ભેટ મળશે

vartmanpravah

આસામના દિફુમાં શાંતિ અને વિકાસ રેલીને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

ચીખલીના થાલામાં લોકો જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા લગાવાયા

vartmanpravah

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah

હાઈવે ઉપર પાણી ફરી વળતા વાપી-ચીખલી હાઈવે ઉપર હજારો વાહનોના પૈંડા થંભી ગયા

vartmanpravah

Leave a Comment