September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતદમણદેશવલસાડવાપીસેલવાસ

લવાછા રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથા શિવ ચરિત્ર અને રુદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : વાપી-દાદરા નગર હવેલીના સીમાડાનું ગામ લવાછા સ્‍થિત રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પવિત્ર શ્રાવણ મહિનામાં દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથા શિવચરિત્ર અને રુદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ અવસરે આજે શ્રી છોટુભાઈ નારણભાઇ પટેલના નિવાસસ્‍થાનેથી પોથી અને કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્‍યામાં પુરુષો, મહિલાઓ, બાળકીઓ, કથાકાર શ્રી દર્શનભાઈ સહિત ભાવિકભક્‍તો જોડાયા હતા. આ પોથીયાત્રાને કથા સ્‍થળ પર પૂર્ણ કરવામાં આવી હતી. ત્‍યારબાદ શિવકથાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથાનું રસપાન શ્રી દર્શનભાઈ દેવુભાઈ જોષી-ખેરગામવાળા કરાવશે. કથાનો સમય બપોરે બે વાગ્‍યાથી સાંજે પાંચ વાગ્‍યા દરમ્‍યાનનો છે.
રુદ્રાક્ષ શિવલિંગ પર રુદ્રાભિષેકનો સમય સવારે 10:00 વાગ્‍યાથી બપોરે 12:00 વાગ્‍યાસુધીનો રહેશે. શિવકથાને 11ઓગસ્‍ટના રોજ વિરામ આપવામાં આવશે. રામેશ્વર મંદિર ટ્રસ્‍ટના સભ્‍યો દ્વારા આ શિવકથાનો લાભ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને સ્‍વચ્‍છતા અભિયાન, અનાજ કિટ તથા સાડીનું વિતરણ અને કન્‍યાઓને ભોજન કરાવી યાદગાર બનાવ્‍યો

vartmanpravah

રેલવેનો અજબ ગજબનો નિયમ કરમબેલાથી વાપી પેસેન્‍જર ટ્રેનમાં એક્‍સપ્રેસ ટ્રેનનું ભાડું લાગે છે

vartmanpravah

આજે રાજ્‍ય નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપીમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 18 કરોડના ખર્ચે તૈયાર થનાર વીજ કંપનીની સર્કલ કચેરીનું ખાતમુહૂર્ત

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં ભારે પવન સાથે વરસાદઃ કેટલાક ગામોમાં કરા પડયા

vartmanpravah

વલસાડ સિવિલમાં મૃત નવજાત શિશુને તરછોડી રફુચક્કર થઈ ગયેલી નિષ્‍ઠુર માતા ડુંગરાથી ઝડપાઈ

vartmanpravah

Leave a Comment