September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે સુગર ફેક્‍ટરી પાસે વિચિત્ર ટ્રિપલ અકસ્‍માત સર્જાયો : ત્રણ ઘાયલ

કન્‍ટેનર ચાલકે કાબુ ગુમાવતા અન્‍ય બે ટ્રકને ભટકાવાતા સર્જાયેલ અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વલસાડ હાઈવે સુગર ફેક્‍ટરી પાસે આજે રવિવારે સવારે ટ્રીપલ અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બે ટ્રક અને કન્‍ટેનર ચાલકો ઈજાગ્રસ્‍ત થતા સારવાર માટે ખસેડાયા હતા.
ત્રિપલ અકસ્‍માતની પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ નેશનલ હાઈવે સુગર ફેક્‍ટરી પાસે કન્‍ટેનર ટ્રક નં.જીજે 15 એટી 6290ના ચાલકે અચાનક સ્‍ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા આગળ જતી અને સામે આવતી બે ટ્રક સાથે કન્‍ટેનર ટકરાયું હતું. સર્જાયેલ ગંભીર અકસ્‍માતમાં કન્‍ટેનર ચાલક અનેઅન્‍ય બે ટ્રક ચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે અને સ્‍થાનિકોએ ઘાયલોને હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. નેશનલ હાઈવે ઉપર રોડ સમારકામની કામગીરી ચાલતી હોવાથી હાઈવેની વાહનોની એક જ લાઈન ચાલી રહી હતી તેથી અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માત બાદ પોલીસે અકસ્‍માતગ્રસ્‍ત વાહનોને ખસેડીને ટ્રાફીક રાબેતા મુજબ સંચાર કરી દેવાયો હતો. જો કે વાહનોને અકસ્‍માતને લઈ સારું એવું નુકશાન થયું હતું.

Related posts

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક 

vartmanpravah

હાટ બજાર બંધ કરવા પારડી વેપારી મંડળ દ્વારા ચીફ ઓફિસર તથા મામલતદારને અપાયેલું આવેદનપત્ર

vartmanpravah

ઊર્જામંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે રૂ. ૨૧.૬૬ કરોડના ખર્ચે નવા બનનારા ૬૬ કે.વી. ચલા અને છીરી સબ સ્ટેશનોનું ખાતમુહૂર્ત

vartmanpravah

વાપી નજીક કરવડમાં ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા યુવાનનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

વલસાડની પૂજા મહેતાએ યોનેક્ષ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતી ગૌરવ વધાર્યું

vartmanpravah

વાપીના તબીબ પરિવારને ટુકવાડા હાઈવે પર અકસ્‍માત નડયો : મર્સિડીઝ કારને અજાણ્‍યા ટ્રકે ટક્કર મારી

vartmanpravah

Leave a Comment