ચણોદમાં રહેતો સૂરજ ધાવડે પપ્પાનું ટિફિન આપી કરવડ તરફ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24
વાપી નજીક કરવડ ગામે ચણોદથી બાઈક ઉપર જઈ રહેલ યુવાનની બાઈકને ટ્રકે ટક્કર મારી દેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.
ચણોદ અમરનગરમાં રહેતો અને ફાર્મા કંપનીમાં નોકરી કરતો સુરજ બબનરાવજી ધાવડે ગત રોજ બપોરે પિતાને કંપનીમાં ટિફીન આપવા માટે તેની મોટર સાયકલ જીજે ડી.એલ.5894 લઈને નિકળ્યો હતો. ટિફીન આપી સુરજ સાંજના કરવડ તરફ જવા નિકળ્યો હતો. ત્યારે મહાદેવ મંદિર સામે પુર ઝડપથી આવી રહેલ ટ્રકે સુરજની બાઈકને ટક્કર મારી દેતા ગમખ્વાર સર્જાયેલ અકસ્માતમાં સુરજનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું.અકસ્માત અંગે પિતા બબ્બનરાવજી ધાવડેએ ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અકસ્માત કરી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.