Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં દક્ષિણ ઝોન વેડછીમાં આદિવાસી આગેવાનોની મિટિંગ યોજાઈ

ડાંગ, વલસાડ, નવસારી, સુરતના
આદિવાસી અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ભારત સરકાર આગામી સમયે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા જઈ રહી છે તે પહેલાં સરકારે લોકો પાસેથી ફીડબેક મંગાવ્‍યા છે. જેની અંતિમ તા.14 જુલાઈ છે. તેના સંદર્ભમાં દક્ષિણ ગુજરાત આદિવાસી ઝોનની યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં મિટિંગ યોજાઈ હતી. વેડછીમાં યોજાયેલ આ મિટિંગમાં ડાંગ, વલસાડ, નવસારી, સુરતના આદિવાસી અગ્રણી ઉપસ્‍થિત રહ્યા હતા તેમજ યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કર્યો હતો.
સમસ્‍ત ગુજરાતનો આદિવાસી સમાજ યુનિફોર્મસિવિલ કોડના વિરોધમાં એકજૂથ થઈ રહ્યો હોવાની વિગતો બહાર આવી છે. તે માટે વિવિધ ચાર ઝોનની રચના કરાઈ છે. તેમાં ઉત્તર ગુજરાત ઝોન, મધ્‍ય ઝોન અને દક્ષિણ ગુજરાત ઝોનની વિવિધ તારીખે મિટિંગોનું આયોજન કરવામાં આવ્‍યું છે તે પૈકી દક્ષિણ ગુજરાત ઝોનની મિટિંગ શનિવારના રોજ વેડછી ડી. તાપી ખાતે મિટિંગ યોજાઈ હતી. ધારાસભ્‍ય અનંત પટેલની અધ્‍યક્ષતામાં યોજાયેલ મિટિંગમાં અમરસિંહ ઝેડ ચૌધરી, કલ્‍પેશ પટેલ, ધરમપુર સહિતના આગેવાનો જોડાયા હતા. સભામાં વકીલો, ડોક્‍ટરો, આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

vartmanpravah

આમ આદમી પાર્ટી પોતાના વધુ 20 મજબૂત ઉમેદવારોની ઘોષણા કરી

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

દાનહ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ હરિ ટી. ખંડારેનું હૃદય રોગના હૂમલાથી નિધનઃ પોલીસબેડામાં ફેલાયેલી શોકની લાગણી

vartmanpravah

દમણના ડાભેલ સ્થિત રાવલ વસિયા યાર્ન ડાઇંગ પ્રા.લિ.માં લાગેલી આગથી મચેલી અફરાતફરી

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ઈન્‍ડોર ગેમ્‍સ અને ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment