રૂા. 28,975 ના દારૂ સહિત 40 હજારની રિક્ષા મળી કુલ 69,975 નો મુદ્દા માલ સહિત રિક્ષા ડ્રાઈવર અને બે મહિલાની ધરપકડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.25: વલસાડ એલસીબીને રિક્ષામાં દારૂની હેરાફરી થતી હોવાની બાતમી મળતા તેઓએ મોતીવાડા બ્રિજ ઉતરતા દમણથી પારડી જવાના રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમી વાળી રીક્ષા નંબર જીજે 15 ટીટી 6563 આવતા એને ટોર્ચ બતાવી ઊભી રાખતા તપાસ દરમ્યાન રીક્ષામાં પાછળના ભાગે રેકઝીનના થેલામાં દમણ બનાવટનો વિદેશી દારૂ નંગ 169 કિંમત રૂપિયા 28,975 મળી આવ્યો હતો. આમ રૂા.40,000 ની રીક્ષા મળી કુલ રૂા.69,975 ના મુદ્દામાલ સહિત રિક્ષા ડ્રાઈવર દિનેશ કાલિદાસભાઈ હળપતિ રહે.નીલકંઠ લેબોરેટરીની પાછળ પારડી, મમતા ખીમજી માળી રહે.કબ્રસ્તાન રોડ હાલાણી કોમ્પલેક્ષ વાપી, કુસુમબેન જયેશભાઈ ધો. પટેલ રહે.વેજલપુર આમલી ફળિયા વલસાડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે