October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડની ટોકર ખાડીમાં પ્રથમ વરસાદે આવેલા નવા નીર કેમિકલ યુક્‍ત જણાતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે નારાજગી

સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત રસાયણ બનાવતા કારખાનાઓની બદમાશીનુ અનુમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: ઉમરગામ તાલુકામાં ચોમાસાની શરૂઆત સાથે ખતલવાડની ટોકરખાડીમાં આવેલા નવા નિરમાં કેમિકલ યુક્‍ત અને દુર્ગંધ મારતા હોવાનું નજરે આવતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે રોષ સાથે નારાજગી વ્‍યાપી જવા પામી છે. ટોકરખાડીનું ઉદ્ભવ સ્‍થાન સરીગામ જીઆઈડીસીમાંથી પસાર થાય છે. સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત કેટલીક બદમાશ કંપનીઓ નિયમિતપણે ગેરકાયદેસર રીતે પ્રદૂષિત પાણીનો નિકાલ કરતી હોય છે. નિકાલ કરવામાં આવેલું આ પ્રદૂષિત પાણી સરીગામ અને માંડા ત્‍યારબાદ વંકાસ અનેખતલવાડ થઈ  તડગામના દરિયા કિનારાને મળે છે. પસાર થયેલી આ ખાડીમાં ઘણી જગ્‍યાએ એકત્રિત થયેલો પ્રદૂષિત પાણીનો જથ્‍થો જોવા મળે છે. કંપનીઓ દ્વારા આ પ્રમાણેની કરવામાં આવતી બદમાસીનું વારંવાર ધ્‍યાન દોરવામાં આવે છે. પરંતુ પગલાં ભરવાની જવાબદારી નિભાવતા જીપીસીપીના પ્રાદેશિક અધિકારી કંપનીઓનો વાંકો વાળ કરી શકતા નથી. દર મહિને જીપીસીપી દ્વારા યોજવામાં આવતુ ઓપન હાઉસ માત્ર ફારસ છે. કારણ આ પ્રકારની બદમાશી કરતા કે આવી કંપનીઓને સાચવવાનું કામ કરતા એસઆઈએના અગ્રણીઓ સ્‍ટેજ ઉપર બેસીને પીઠબળ પૂરું પાડતા હોય છે. આ સમસ્‍યા ધીરે ધીરે ગંભીર અને વિકરાળ બની રહી છે. જેની પ્રજાએ નોંધ લેવાની આવશ્‍યકતા છે. આજરોજ ખતલવાડ પંચાયતના સભ્‍ય શ્રી ભદ્રેશભાઈ પંચાલ અને ગ્રામજનો સ્‍થળ ઉપર પહોંચી ટોકરખાડીમાંથી પસાર થયેલું પ્રદૂષિત પાણીના નમુના એકત્રિત કરી ભારે નારાજગી વ્‍યક્‍તિ કરી હતી. આ ઘટનાને પગલે કાંઠા વિસ્‍તારની તમામ પ્રજામાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. સરીગામ જીઆઈડીસીમાંથી પસાર થયેલી નહેર જેનું પાણી ખેતર અને પીવા માટે વપરાય છે એને પણ છોડવામાં આવતી નથી એની પણ નોંધ લેવી આવશ્‍યક જણાવી રહી છે.

Related posts

દાદરા ગામના ઉદ્યોગપતિ ગુમ થતાં ફરિયાદ

vartmanpravah

વલસાડની સોફટવેર કંપનીએ દુનિયામાં 80 દેશોમાં ગુજરાત નામ ગુંજતું કર્યું

vartmanpravah

ચીખલીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવાર દ્વારા ધારાસભ્ય અનંત પટેલને આવેદનપત્ર પાઠવી જ્ઞાન સહાયક યોજના રદ્ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ કરાઈ

vartmanpravah

પોલીટેકનિક, કોલેજ કરાડના કેમ્‍પસમાં આયોજીત 68મી નેશનલ સ્‍કૂલ ગેમ્‍સ (અંડર 17) બોયઝ અને ગર્લ્‍સ ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટ-2024-25માં પ્રથમ ચરણની રમતમાં બોયઝમાં તેલંગાણાની ટીમે અને ગર્લ્‍સમાં પશ્ચિમ બંગાળની ટીમે હાંસલ કર્યા ગોલ્‍ડ મેડલ

vartmanpravah

વાપી રોફેલ-રોટરી કલબ દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના જન્‍મદિનની ઉજવણી રક્‍તદાન કેમ્‍પ સાથે કરી

vartmanpravah

ધરમપુર-બામટી સહિત વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકથી ભાવો ઘટયા

vartmanpravah

Leave a Comment