Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રોફેલ-રોટરી કલબ દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના જન્‍મદિનની ઉજવણી રક્‍તદાન કેમ્‍પ સાથે કરી

રોફેલ એમબીએના વિદ્યાર્થીઓએ 120 યુનિટ રક્‍તદાન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: ગત તા.03-02-2023 ને શુક્રવારના રોજ ગુજરાત રાજ્‍યના કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના જન્‍મ દિવસ નિમિત્તે રોફેલ ટ્રસ્‍ટ સંચાલિત બીબીએ, બીસીએ, એમબીએ કોલેજ તેમજ રોટરી ક્‍લબ ઓફ વાપી અને ન્‍યુકેમ બ્‍લડબેંક અને રોટરી સુઝલોન બ્‍લડ કોમ્‍પોર્નેટ સેન્‍ટર દ્વારા સ્‍વૈચ્‍છિક રક્‍તદાન શિબિરનું આયોજન રોફેલ જી.આઈ.ડી.સી. કેમ્‍પસ પર કરવામાં આવ્‍યું હતું.
જન્‍મદિવસ તો હરકોઈ ઉજવે છે પરંતુ આપણા ગુજરાત રાજ્‍યના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની જન્‍મદિવસ ઉજવવાની આ અનોખી રીત સૌના હૃદયને મનભાવન બનાવે છે.
સાચું જ કહેવાય છે‘‘પોતાની ઈચ્‍છાથી કોઈની મદદ કરવા માટે આપેલું ‘લોહીનું ટીપું’ એ જ સાચું રક્‍તદાન” લોહીનું એક ટીપું ગમે ત્‍યાં પડે તો તેની કોઈ કિંમત નથી પરંતુ આજ લોહીનું એક ટીપું કોઈના ઉપયોગમાં આવે તો એનું જીવન મોતીના જેમ ચમકી ઊઠે છે. આ રક્‍તદાન શિબિરમાં રોફેલ બીબીએ, બીસીએ કોલેજના એનએસએસ તેમજ રોફેલ એમબીએ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 120 બોટલ રક્‍ત એકત્રિત કરવામાં આવ્‍યા હતા.
રક્‍તદાન મહાદાન એનાથી મોટું કોઈ દાન નથી. આ કાર્યક્રમને સફળ બનાવવા રોફેલ બીબીએ બીસીએ કોલેજના આચાર્ય શ્રીમાન ડો.પ્રિયકાંત વેદ તેમજ રોફેલ એમબીએ કોલેજના ડાયરેક્‍ટર શ્રીમાન ડો.કેદાર શુકલા, એનએસએસ પ્રોગ્રામ કોર્ડિનેટર આસી. પ્રોફેસર જ્‍યોતિ વર્મા તેમજ આયુષી દેસાઈ અને એનએસએસ સ્‍વયંસેવકો દ્વારા સફળ સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમને સફળતા પૂર્વક પૂર્ણ કરવા બદલ તમામનો રોફેલ ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટીશ્રીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

ગણદેવી સુગર ફેક્‍ટરીમાં શેરડી પિલાણ સીઝનનો પ્રારંભ

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગની નોંધપાત્ર કામગીરી : ટૂંકાગાળામાં જ 86 ટકા કામગીરી પૂર્ણ કરી 2.10 લાખ જેટલા આભા કાર્ડ બનાવ્‍યા

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોધાયા

vartmanpravah

વાપી શહેર કોંગ્રેસ કોરોના મૃતકોને પ0 હજાર નહી પણ 4 લાખ વળતર માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah

ઓઝર ગામે ગુજરાત અને સંઘ પ્રદેશને જોડતો માર્ગ ઉપર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવ્‍યું બાંધકામ

vartmanpravah

વાપી નૂતનનગરમાં વિજ કંપનીએ નડતરરૂપ ઝાડ કાપી જયાં ત્‍યા મૂકી રાખ્‍યા: સ્‍થાનિક રહિશો માટે ઝાડ નડતરરૂપ બની રહ્યા હોવાથી રોષ

vartmanpravah

Leave a Comment