Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કંપની દ્વારા બીલીયાની પ્રાથમિક શાળામાં ગામના અગ્રણી તેમજ શાળાના સંચાલકો દ્વારા માંગણી કરતા બે વર્ગખંડ તૈયાર કર્યા હતા. આ નિર્માણ કરવામાં આવેલા બે ઓરડા શાળાના વિદ્યાર્થીઓ માટે ખુલ્લા મુકવા લોકાર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રે ખાસ ઉપસ્‍થિત રહી સરીગામની કોરોમંડલ કંપની દ્વારા સીએસઆર અંતર્ગત જન ઉપયોગી કરવામાં આવતી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે પારડી પ્રાંતઅધિકારી શ્રી વસાવા, ઉમરગામ મામલતદાર શ્રી આર.આર. ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી જીગ્નેશભાઈ, બીલીયા ગામના સરપંચ શ્રી ભરતભાઈ, કલગામ ગામના સરપંચ શ્રી રોહિતભાઈ, માજી ધારાસભ્‍ય શ્રી શંકરભાઈ વારલી, શાળાના શિક્ષકગણ અને વાલીઓ તેમજ કોરોમંડલ કંપનીના યુનિટ હેડ શ્રી સંતોષ સી. એચ, એચ.આર. મેનેજર શ્રી નરેશભાઈ પટેલ, સીએસઆર ડિપ્‍યુટી મેનેજર શ્રી બ્રિજેશભાઈ પંચાલ વગેરેની હાજરી જોવા મળી હતી.

Related posts

પારડી માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર સંચાલિત બ્‍લડ બેન્‍ક દ્વારા રક્‍તદાન જાગૃતિ અભિયાન લઈ નિકળેલ રક્‍તક્રાંતિ સાયકલ મેન જયદેબ રાઉતનું સ્‍વાગત અને સન્‍માન

vartmanpravah

શૈક્ષિક મહાસંઘ વલસાડનો શિક્ષકોના હિતમાં વધુ એક નિર્ણય: પારડી તાલુકામાં શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

પારડી હાઈવે ઉપર ચાર વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત

vartmanpravah

રોહિણા ખાતે સમસ્‍ત ધોડીયા સમાજ કુળ પરિવાર ટ્રસ્‍ટનું સાતમું સંમેલન મળ્‍યું: સમાજના કુરિવાજોને દૂર કરવા આહવાન કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ પુતળા દહનના કાર્યક્રમો યોજ્‍યા

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્‍ણનના જન્‍મ દિનની ઉજવણી

vartmanpravah

Leave a Comment