March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં ચરસ-ગાંજાના વેપારનો પર્દાફાશઃ માતા-પુત્રની ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: છેલ્લા કેટલાક સમયથી પારડી શહેર વિસ્‍તારમાં યુવાધન તથા પરપ્રાંતીઓ ચરસ ગાંજાનો નશો કરતા હોવાની અફવાઓ ચાલતી હતી અને આ ચરસ અને ગાંજો પારડી શહેરના અમુક વિસ્‍તારમાં ખુલ્લેઆમ વેચાતો હતો. ખાસ કરીને પારડી વિસ્‍તારના ઘણા યુવાનો દારૂની લત છોડી ચરસ ગાંજાના વ્‍યસની બન્‍યા હોય અને બહારથી આવી અહીં કામ કરતા પરપ્રાંતિયોને પણ દારૂથી વધારે નશો ચરસ અને ગાંજામાં મળતો હોય તેઓ પણ રોજ ચરસ અને ગાંજો લેવા માટે આવતા સારા એવા પ્રમાણમાં ચરસ ગાંજાનો વેપાર ચાલતો હતો.
પારડી પોલીસને મળેલી સચોટ બાતમીને લઈ આજરોજ પારડી પોલીસ સ્‍ટેશનનાપી.આઈ. બી.જે. સરવૈયા સહિત ડી. સ્‍ટાફે પારડી શહેર વિસ્‍તારમાં આવેલ ચિવલ રોડ, દાંતી ફળિયા ખાતે શબાના મેન્‍શન બિલ્‍ડીંગની બાજુમાં આવેલ ઘરમાં ભાડેથી રહેતા સમીમ જાનભાઈ મેમણ ઉર્ફે બાઈ ખાલા અને પુત્ર શેખ જાફર રફીક હુસેનની પાસે મોટી પ્રમાણમાં ચરસ ગાંજાનો જથ્‍થો હોવાની બાતમીને લઈ છાપો મારતાં છેલ્લા ઘણા સમયથી ચરસ ગાંજાનો ધંધો કરતા માતા-પુત્રને રંગે હાથ ચરસ ગાંજાના જથ્‍થા સાથે ઝડપી પાડયા હતા. આ બંને માતા પુત્ર ચરસ અને ગાંજો ગ્રાહકોને છુટક આપવા માટે પ્‍લાસ્‍ટિકની નાની કોથળીઓ, સિગારેટ તથા વજન કાંટો પણ રાખતા હતા.
પારડી પોલીસે એફએસએલ તથા અન્‍ય જરૂરિયાત ટીમને બોલાવી ખરાઈ કરી વજન કરતાં 2.934 કિલો ગાંજા કિંમત રૂપિયા 29340 તથા ચરસ 364 ગ્રામ કિંમત રૂપિયા 54600 નો જથ્‍થો કબજે કરી બંને માતા-પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોટા પ્રમાણમાં કચ્‍છ જેવા વિસ્‍તારમાં મોટા પ્રમાણમાં થતી ગાંજાની ખેતીને લઈ કોઈ વેપારી કે મોટા માથાની પણ આ ચરસ ગાંજાના ધંધામાં સંડોવણી હોઈ શકે તો નવાઈ નહી? પોલીસ તપાસ દરમિયાન એના મૂળ સુધી પહોંચે તો જ સાચી હકીકત બહાર આવી શકે એમ છે.
અહીં પકડાયેલ માતા-પુત્ર તો ફક્‍ત પ્‍યાદા એટલે કે છેલ્લી કળી છે. એમને પહોંચાડતો વ્‍યક્‍તિ છેલ્લો હોય અનેતેજ લાવીને વેચતો હોય એ પણ શક્‍ય નથી. છેલ્લી કળી સુધી પહોંચવું મુશ્‍કેલ છે પરંતુ અશક્‍ય નથી. પારડી પોલીસને પારડી જેવા વિસ્‍તારમાંથી જો ચરસ, ગાંજો પકડવામાં સફળતા પ્રાપ્ત થતી હોય તો એના મૂળ સુધી પણ પહોંચી મુખ્‍ય કળીને પકડશે તો કેટલાય યુવાધનનું જીવન બરબાદ થતા બચી જશે અને એનો સંપૂર્ણ જસ પારડી પોલીસને જશે એમાં કોઈ બેમત નથી.

Related posts

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં અજાણ્‍યા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

પારડી વિધાનસભાની બેઠક માટે ત્રણ દિવસમાં પાંચ ઉમેદવારી પત્રો લેવાયા

vartmanpravah

વલસાડ કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સ્થળોના વિકાસ સંદર્ભે પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉમરગામથી નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ‘મિષ્‍ટી પ્રોજેક્‍ટની’ કરાવેલી શરૂઆત

vartmanpravah

દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઇડને ચોકલેટની ટ્રેનિંગ દ્વારા બનાવવામા આવ્‍યા આત્‍મનિર્ભર

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની બીજે દિવસે પણ હડતાળ યથાવત રહેતા મુશ્‍કેલીઓમાં વધારો થયો

vartmanpravah

Leave a Comment