January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ઉમરગામથી નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ‘મિષ્‍ટી પ્રોજેક્‍ટની’ કરાવેલી શરૂઆત

ઉમરગામના મરોલી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી

મેન્‍ગ્રુવ દરિયાઈ ધોવાણ અટકાવશે, જળચર જીવોને આશ્રયસ્‍થાન આપશે તેમજ ઈકોલોજીકલ સિસ્‍ટમની જાળવણીમાં પણ મદદરૂપ છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.05: વલસાડ જિલ્લામાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ઉમરગામ તાલુકાના મરોલીના કાલ ભૈરવ મંદિર ખાતે મેન્‍ગ્રુવ (ચેર)નું વાવેતર કરી ‘મિષ્ટી(Mangrove Initiative for Shoreline Habitats and Tangible) પ્રોજેક્‍ટ’ની શરૂઆત કરાઈ હતી. ભારતના કાંઠા વિસ્‍તારને પ્રાકળતિક આપદાથી સુરક્ષિત કરવા માટેના આ પ્રોજેક્‍ટની શરૂઆત પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, ઉમરગામ અને કપરાડાના ધારાસભ્‍યોશ્રી રમણલાલ પાટકર અને શ્રી જીતુભાઈ ચૌધરીએ પણ વિશેષ ઉપસ્‍થિતિ આપી હતી. જિલ્લા કક્ષાનાવર્ષ 2023ના પર્યાવરણ દિનની ઉજવણીની થીમ ‘બીટ પ્‍લાસ્‍ટિક’ બાબતની છે. પર્યાવરણનો અર્થ માત્ર વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું જ નહી પરંતુ ‘લ્‍યતર્દ્દીશર્ઁીણુશ્રફૂ ફુફૂરુફૂશ્રંષ્ટળફૂઁદ્દ’ના માર્ગ ઉપર આગળ વધી પર્યાવરણની મૂળભૂત ઈકો-સિસ્‍ટમની જાળવણી કરવી તેમજ હવા, પાણી અને જમીન ઉપરના દરેક પ્રદૂષણને કાબુમાં રાખવા અંગેની છે. જે અનુસાર વલસાડ જિલ્લાના 3035 ચો.કીમી. ભૌગોલિક વિસ્‍તાર પૈકી વધુ વૃક્ષોનું વાવેતર થવાથી જંગલ વિસ્‍તાર વધીને 937.52 ચો.કીમી.(કુલ વિસ્‍તારના 30.9 ટકા) વન વિસ્‍તાર બન્‍યો છે. આ પ્રસંગે ઉપસ્‍થિત દરેક લોકોએ પર્યાવરણ બચાવવા માટે પોતાના રોજિંદા જીવનમાં સંભવિત ફેરફાર, પરિવાર, મિત્રો અને અન્‍ય લોકોને પણ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અને વર્તન કરવા માટે પ્રેરિત થવાની પ્રતિજ્ઞા પણ કરી હતી. આ અવસરે જિલ્લામાંથી પર્યાવરણ ક્ષેત્રે કરેલી ઉત્‍કળષ્ટ કામગીરી માટે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે પ્રમાણપત્રો પણ એનાયત કરાયા હતા.
ગુજરાત પવન ઊર્જા અને સોલાર ઊર્જા ક્ષેત્રે દેશમાં નં. 1 છે અને એના કારણે ઘણું પરિવર્તન પણ આવ્‍યું છે એમ જણાવતા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, હાલના તબક્કે ઋતુ પરિવર્તન ખુબ જ મોટી સમસ્‍યા છે. ક્‍લાઈમેટ ચેન્‍જ અંગેની પરિષદમાંપ્રધાનમંત્રીશ્રીએ દુનિયા સમક્ષ ક્‍લાઈમેટ ચેન્‍જ કેટલી ગંભીર અને નુકસાનકારક સમસ્‍યા છે એ પ્રસ્‍તુત કર્યું હતું. કોલસાથી વીજળી ઉત્‍પાદનના કારણે પર્યાવરણને ઘણું નુકસાન થાય છે તેથી જ ગુજરાતમાં રિન્‍યુએબલ એનર્જી ઉપર ભાર મુકવાથી ગુજરાત આજે અન્‍ય રાજ્‍યોની સરખામણીમાં દેશના 82 ટકા સોલાર રૂફટોપ ધરાવતું રાજ્‍ય બન્‍યું છે. તેવી જ રીતે પ્રદૂષિત પર્યાવરણને કારણે દરિયાઈ ધોવાણ પણ વધ્‍યું છે, દરિયાઈ જીવસૃષ્ટિને પણ નુકસાન પહોંચે છે તેથી ‘મિષ્ટી પ્રોજેક્‍ટ’ ની પ્રધાનમંત્રીશ્રીએ પહેલ કરી છે. જેમાં ચેર(મેન્‍ગ્રુવ)ના વાવેતર અને જતન કરી કોસ્‍ટલ વિસ્‍તારોમાં પર્યાવરણની જાળવણી કરાશે. મેન્‍ગ્રુવથી દરિયાની વધેલી સપાટીથી કોસ્‍ટલ એરિયામાં જમીનનું ધોવાણ અટકશે, જળચર જીવોને આશ્રયસ્‍થાન પણ મળે છે, તેમજ ઈકોલોજીકલ સિસ્‍ટમની જાળવણી કરવામાં પણ મદદરૂપ થાય છે. સાથે સાથે કોસ્‍ટલ વિસ્‍તારના લોકોની આર્થિક પરિસ્‍થિતિમાં પણ સુધારો થશે. પ્રધાનમંત્રીશ્રીની મિશન લાઈફ પહેલ દ્વારા પણ ઊર્જા-પાણીના વપરાશ અંગે સચેત થવું. આપણા વિસ્‍તારમાં દેશના અનેક બીજા વિસ્‍તારો કરતાં વધુ હરિયાળી છે એનું પણ પર્યાવરણમાં પ્રદૂષણ અટકાવી જતન કરવું એ આપણી ફરજ છે.
ઉમરગામના ધારાસભ્‍ય અને પૂર્વ વનમંત્રીશ્રી રમણલાલપાટકરે પર્યાવરણ દિનની શુભેચ્‍છા પાઠવતાં કહ્યું હતું કે, જીવન જીવવા માટે એક વ્‍યક્‍તિને 428 વૃક્ષોની જરૂર પડે છે. આપણા વિસ્‍તારમાં વધુ જંગલ વિસ્‍તાર છે અને જંગલ ખાતાના પ્રયાસોથી તેમાં વધારો પણ થઈ રહ્યો છે. તીમરીયાં(સ્‍થાનિક ભાષામાં ચેર) ધોવાણ અટકાવી દરિયાઈ જીવસૃષ્ટિને પણ રક્ષણ આપે છે. ઉમરગામ ખાતે મિષ્ટી પ્રોજેક્‍ટની શરૂઆત થવાથી આ વિસ્‍તારમાં પર્યાવરણના જતનમાં ખૂબ જ સહાય થશે. માત્ર પર્યાવરણ દિને જ નહીં પરંતુ હરહંમેશ વૃક્ષો વાવી એનું જતન કરવા માટે પણ અપીલ કરી હતી. કપરાડા ધારાસભ્‍યશ્રી જીતુભાઈએ પણ મેન્‍ગ્રુવની પર્યાવરણના રક્ષણમાં અને કોસ્‍ટલ વિસ્‍તારોના વિકાસમાં ઉપયોગીતાઓ જણાવી હતી.
મુખ્‍ય વન સંરક્ષક (દક્ષિણ વર્તુળ) એસ. મનીશ્વર રાજાએ પ્રાસંગિત ઉદ્‌બોધન કર્યું હતું. નાયબ વન સંરક્ષક (દક્ષિણ) ઋષિરાજ પુવાર સ્‍વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. જ્‍યારે આરએફઓ અભયજીતસિંહ રાઠોડે આભારવિધિ કરી ઉપસ્‍થિત સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આ પ્રસંગે વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ રમેશ ધાંગડા, પારડી પ્રાંત અધિકારી ડી.જે.વસાવા, પારડી મામલતદાર આર.આર.ચૌધરી, મદદનીશ વન સંરક્ષક (સામાજિક વનીકરણ) જિનલભટ્ટ, આરએફઓ ધવલ પટેલ સહિત મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણની સુપ્રસિદ્ધ શેમફોર્ડ ફયુચર્સ્‍ટિક્‍સ સ્‍કૂલમાં ડોક્‍ટર્સ ડેની કરવામાં આવેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા-વિચારણાં

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની લાઈબ્રેરીની મુલાકાત લેતા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધે તથા કેન્‍દ્રિય પંચાયતી રાજ રાજ્‍યમંત્રી કપિલ મોરેશ્વર પાટીલ

vartmanpravah

વલસાડમાં મેજીસ્‍ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિની 9 ફૂટ ઊંચાઈ અંગે ગણેશ મંડળોનો વિરોધ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદથી અને દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલના સૌજન્‍યથી દમણની ‘આશા મહિલા ફાઉન્‍ડેશન’ના અધ્‍યક્ષ તરુણા પટેલના હસ્‍તે સ્‍વ સહાય જૂથની બહેનોને સિલાઈ મશીનનું કરાયું વિતરણ

vartmanpravah

મહેતા હોસ્‍પિટલ ખાતે પારડી પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓ માટે હેલ્‍થ ચેક અપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment