April 25, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડ કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સ્થળોના વિકાસ સંદર્ભે પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

  • જિલ્લાના કુદરતી પ્રવાસન સ્થળોની ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે: ૮મી ઓગસ્ટ સુધી ફોટા સબમિટ કરી શકાશે

  • પ્રથમ વિજેતાને રૂ.૧૦ હજાર, બીજા ક્રમને રૂ.૭ હજાર અને ત્રીજા ક્રમને રૂ. ૫ હજારનું ઈનામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૬: વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો જેવા કે વિલ્સન હીલ અને તિથલ દરિયા કિનારા ખાતે વિવિધ વિકાસ કાર્યો કરી પ્રવાસનને સુચારૂ બનાવવા માટે ચર્ચા કરાઈ હતી. વિલ્સન હીલના પ્રોજેક્ટની નિભાવણી અને વહીવટી સંચાલન ,માટે ઉત્તર વન વિભાગને જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા, વિલ્સન હીલના વીજ કનેક્શન અને બચત ગ્રાન્ટમાંથી નવા કામોના આયોજન બાબતે અને તિથલમાં ફૂડ સ્ટોલના કામો બાબતે સંબધિત વિભાગને જરૂરી સુચનો અપાયા હતા. વિલ્સન હીલની બચત ગ્રાન્ટમાંથી શંકરધોધના વિકાસનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ બેઠકમાં ઉમરગામ ધરાસભ્યશ્રી રમણલાલ પાટકરે ભીલકાય માતાજીના ડુંગરને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવા અને ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે નાની ઢોલડુંગરીનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા રજૂઆત કરી હતી.
વલસાડ ટુરિઝમ વિભાગ દ્વારા ‘કેપ્ચર ધ નેચર’ થીમ સાથે શરૂ કરાયેલી અને તા.૨૬મી જૂનથી તા.૮મી ઓગસ્ટ સુધી ચાલનારી જિલ્લાની નેચર ફોટોગ્રાફી સ્પર્ધા વિશે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ સ્પર્ધામાં ઉમેદવારે વલસાડ જિલ્લાના વિવિધ નેચરલ પ્રવાસન સ્થળોના લેન્ડસ્કેપ ફોટો લઈ JPG ફોરમેટમાં પ્રવાસન વિભાગના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ – valsad_tourism, ફેસબુક પેજ – valsadtourism http://forms.gle/PdozUtaCGfVgRGY69 અને ઈ-મેઈલ ID-collectorvalsad4@gmail.com ઉપર સબમિટ કરવાના રહેશે. એક ઉમેદવાર ૩૦૦૦ પિક્સલ સુધીનો માત્ર એક જ ફોટો સબમિટ કરી શકશે. જો ઉમેદવાર મેઈલ દ્વારા ફોટો સબમિટ કરે તો તેમણે પોતાનુ નામ, ઉંમર, ફોન નંબર, સરનામું, ફોટાનું ટાઈટલ, ફોટાની જગ્યાનું નામ વિષયમાં લખીને મોકલવું. કોઈ પણ પ્રકારની માહિતી ફોટા ઉપર લખવી નહી.સ્પર્ધાનું પરિણામ તા.૧૨મી ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારને ડિપાર્ટમેન્ટ દ્વારા રૂ.૧૦૦૦૦, બીજા ક્રમને રૂ.૭૦૦૦ અને ત્રીજા ક્રમને રૂ.૫૦૦૦નું તા.૧૫મી ઓગસ્ટના રોજ ઈનામ આપવામાં આવશે. ફોટોગ્રાફનો કોપીરાઈટ ફોટોગ્રાફર અને કલેક્ટર કચેરી વલસાડ પાસે રહેશે. કલેક્ટર કચેરી આ ફોટા કોઈ પણ જગ્યા એ ઉપયોગમાં લેવા માટે સ્વતંત્ર રહેશે.
બેઠકમાં વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, વલસાડ અને ધરમપુર પ્રાંત અધિકારીશ્રીઓ નિલેષ કુકડિયા અને કેતુલ ઈટાલિયા, ટીસીજીએલના પ્રતિનિધી ખ્યાતિ કાપડિયા, ઉત્તર વન વિભાગના પ્રતિનિધી હિરેન પટેલ, દક્ષિણ વન વિભાગના નાયબ વનસંરક્ષક ઋષિરાજ પુવાર, માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય કાર્યપાલક ઈજનેર એન.એન.પટેલ, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત કાર્યપાલક ઈજનેર મલય ગાભાણી, દમણગંગા નહેર સંશોધન વિભાગના કાર્યપાલક ઈજનેર એ,.એમ.ગામિત, દમણગંગા નહેર સંશોધન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર પી.એમ.પટેલ, માર્ગ અને મકાન વિભાગ, વિદ્યુત નાયબ કાર્યપાલક ઈજનેર એ.ડી.ચૌધરી હાજર રહ્યા હતા.

Related posts

ધી લેડી વિલ્‍સન મ્‍યુઝિયમ ધરમપુર ખાતે વિશ્વ મહાસાગરો દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

હાઈવે ધરમપુર ચોકડી પરથી ફિલ્‍મી ઢબે પીછો કરી પોલીસે 100 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍થો ભરેલી કાર ઝડપી

vartmanpravah

ભારત સરકારના સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે સેલવાસમાં જન ઔષધિ કેન્‍દ્રની લીધેલી મુલાકાત

vartmanpravah

દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શશીકાંત માવજી વિદેશી નાગરિક હોવાની કેન્‍દ્રના ગૃહ અને વિદેશ મંત્રાલયે કરેલી પુષ્‍ટિ

vartmanpravah

ચીખલીઃ વંકાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જામનારી કાંટાની ટક્કર

vartmanpravah

નવયુગ ગ્રુપ દમણ રાણા શેરીના રહેવાસીઓએ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment