Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ એસટી વિભાગીય કચેરી દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે ઓપન હાઉસની નવી પહેલ

નિવૃત્ત કર્મચારીઓ તથા અવસાન પામેલા 22 કર્મચારીઓના વારસદારોને રૂબરૂ સાંભળી પ્રશ્નો ઉકેલ્‍યા

ઓપન હાઉસમાં એસટીના કર્મચારીઓ અને વારસદારો મળી કુલ 48 લોકોએ લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: વલસાડ એસ.ટી. વિભાગ ખાતે વિભાગીય નિયામક શ્રી એન. એસ. પટેલ દ્વારા સ્‍થળ ઉપર પ્રશ્નોના ઝડપથી નિકાલ અને કામદાર કલ્‍યાણની પ્રવૃત્તિ અંતર્ગત નવીન પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત તા.3 જુલાઈના રોજ વિભાગના નિવૃત્ત કર્મચારીઓ તથા અવસાન પામેલા 22 કર્મચારીઓના વારસદારોને રૂબરૂ બોલાવી ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ ઓપન હાઉસમાં એસટીના કર્મચારીઓ અને વારસદારો મળી કુલ 48 લોકોએ ભાગ લીધો હતો. જેમાં કર્મચારીઓના નિવૃત્તિ તથા અવસાન બાદ મળવા પાત્ર નાણાંઓ ખાસ કરીને પેન્‍શન અને ઈ.ડી.એલ.આઈ. (એમ્‍પ્‍લોઈઝ ડિપોઝિટ લીંક્‍ડ ઈન્‍સ્‍યુરન્‍સ સ્‍કીમ-કામદાર બચત સંકલિત વીમા યોજના)ના દાવા ઘણા લાંબા સમયથી પડતર હતા, જેનો ઝડપથી નિકાલ થાય તે હેતુસર વિગતવાર સમજ આપી વારસદારો પાસેથી ખૂટતા દસ્‍તાવેજો મેળવી ત્‍વરિત નિકાલ કરી નીકળતા નાણાકીય લાભો કર્મચારીઓ અનેવારસદારોને મળે તે અંગે હકારાત્‍મક નિર્ણય સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બાબતે વલસાડ વિભાગના નિવૃત્ત થયેલા અન્‍ય કર્મચારીઓના ઇ.ડી.એલ.આઇ અને પેન્‍શનના દાવાઓ સહિત અન્‍ય બાબતોએ કોઈ પ્રશ્ન હોય તો તા. 17 જુલાઈ 2023ના રોજ સવારે 11-00 કલાકથી બપોરે 2-00 કલાક દરમિયાન વલસાડ એસટી વિભાગીય કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકશે, જેમાં તેઓને ચોક્કસ માર્ગદર્શન આપી તેઓના પ્રશ્ન ઉકેલવામાં આવશે.

Related posts

દમણ વિદ્યુત વિભાગના સહાયક ઈજનેર અનિલભાઈ દમણિયા સેવા નિવૃત્ત

vartmanpravah

આજથી વાપી સહિત વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં દ્વિતિય સત્રનો પ્રારંભ : દિવાળી વેકેશન પૂર્ણ

vartmanpravah

આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાતનો પ્રદેશ મહાઅભ્‍યાસવર્ગ-2024 યોજાયો

vartmanpravah

મણીપુરની ઘટનાના વિરોધમાં આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને ચીખલીના રાનકુવા, સુરખાઈ સહિતના અનેક વિસ્‍તારમાં મળેલો પ્રતિસાદ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ફૂટબોલ એસો.ની ટીમ દેશની પ્રતિષ્‍ઠિત ફૂટબોલ ટૂર્નામેન્‍ટ સંતોષ ટ્રોફીમાં ભાગ લેવા કોલ્‍હાપુર રવાના

vartmanpravah

વાપી જીઈબીના એન્‍જીનીયરને અકસ્‍માત નડયો : પારડી હાઈવે ઓવરબ્રિજ ડિવાઈડરમાં કાર ભટકાઈ

vartmanpravah

Leave a Comment