September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાના તલાટીઓની બીજે દિવસે પણ હડતાળ યથાવત રહેતા મુશ્‍કેલીઓમાં વધારો થયો

જિલ્લાની 382 ગ્રામ પંચાયતના 150 તલાટી હડતાળ પર છે : ઓફીસની ચાવીઓ મામલતદારોને સોંપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
સમગ્ર ગુજરાતમાં તલાટીઓના પડતર પ્રશ્નો છેલ્લા ચાર વર્ષથી માંગણીઓ છતાં નહી સંતોષવામાં આવતા અંતે ગુજરાત તલાટી મહામંડળ દ્વારા જાહેર કરાયેલ એલાન મુજબ તા.02 જુલાઈથી તલાટીઓની અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. આજે હડતાળના બીજા દિવસે પણ વલસાડ જિલ્લાના તમામ તલાટીઓ કામકાજથી અળગા રહેતા હજારો અરજદારોના કામકાજ અટકી જતા મુશ્‍કેલી બેવડાઈ રહી છે.
વલસાડ જિલ્લાની 382 ગ્રામ પંચાયતોમાં 150 ઉપરાંત તલાટી/મંત્રી ની ફરજ બજાવી રહ્યા છે. આ તમામ તલાટીઓની હડતાળઉપરનો આજે બુધવારે બીજો દિવસ પણ યથાવત રહ્યો હતો. ડી.ડી.ઓ. અને મામલતદારોને પોતાની ઓફીસની ચાવીઓ તલાટીઓએ જમા કરાવી હડતાળ વધુ વેગીલી બનાવી દીધી હતી. તેથી જિલ્લાના હજારો અરજદારોના કામકાજ હાલમાં અટવાઈ ચૂક્‍યા છે. સરકાર કોઈ ઉકેલ નહી લાવે તો અંતે વેઠવાનું પ્રજાને જ છે. લોકોમાં હડતાળની મોટી નારાજગી જોવા મળી રહી છે.

Related posts

નવસારી જિલ્લામાં 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ ડ્રોઈંગ સ્‍પર્ધામાં વિજેતા બન્‍યા

vartmanpravah

આજથી વાપીની રોફેલ કોલેજમાં ફરી એકવાર કોવિડ કેર સેન્‍ટર કાર્યરત થશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતનું દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

પોતાનું સમગ્ર જીવન સમાજને સમર્પિત કરનાર સ્‍વ. વિષ્‍ણુભાઈ દમણિયાને માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા ‘માહ્યાવંશી રત્‍ન’થી બિરદાવાશે

vartmanpravah

ચીખલીના સાદકપોર બાદ હવે પીપલગભાણમાં પણ ધોળા દિવસે દીપડો લટાર મારતા નજરે પડતાં લોકોમાં ફફડાટ

vartmanpravah

Leave a Comment