October 17, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઇડને ચોકલેટની ટ્રેનિંગ દ્વારા બનાવવામા આવ્‍યા આત્‍મનિર્ભર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
દાનહ ઈન્‍ડીયન રેડક્રોસ શાળા ખાતે દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ બાલિકાઓને આત્‍મનિર્ભર કરવા માટે દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ દ્વારા સોનિયા સિંહ રેંજર લીડરે આરડીસી ચાર્મી પારેખના આદેશાનુસાર શાળાના આચાર્ય જ્‍યોતિર્મયી સુરની ઉપસ્‍થિતિ અને નિરાલી મિષાીની સહાયતાથી ચોકલેટ ટ્રેનિંગ શિબિરનું આયોજન કરવામા આવ્‍યું હતું.
જેમા દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ બાળકીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો જેઓને ગુલાબ, પાન, બદામ, જેમ્‍સ, બટરસ્‍કોચ જેવી દરેક પ્રકારની ચોકલેટ બનાવવાની ટ્રેનિંગ આપી અને ચોકલેટનું પેકિંગ સજાવટ અંગે શીખવવામા આવ્‍યું સાથે રોજગાર આપી આત્‍મનિર્ભર બનવા માટે પ્રોત્‍સાહિત કરવામા આવ્‍યા હતા. દિવ્‍યાંગ ગાઈડ દેવકી તોમરે દરેક પ્રકારની ટ્રેનિંગમાં ભાગ લઈ જણાવ્‍યું હતું કે, હવે હું દુકાનમાંથી ચોકલેટ નહિ ખરીદીશ જાતે જ બનાવી દુકાનમાં વેચીશ અને પૈસા કમાઈને આત્‍મનિર્ભર બનીશ.
આ ટ્રેનિંગ માટે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ જય હિંદ ઓપન ગ્રુપની રિયા સિંહ,પલ્લવી સિંહ અને સ્‍વાતિ યાદવે શાળાના સ્‍કાઉટ ગાઈડ અને બાળકીઓ સાથે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના કુદરતી પ્રવાસન સ્‍થળોની ફોટોગ્રાફી સ્‍પર્ધામાં ખેરગામના યુવા પરિમલ પ્રથમ ક્રમાંકે

vartmanpravah

દીવ સેવા કેન્‍દ્ર દ્વારા મધર ડેરી જૂનાગઢ ગ્રુપના હેડ ઓફ ડિપાર્ટમેન્‍ટ માટે તનાવ મુક્‍ત જીવન અને મેડિટેશન વિષય પર વર્કશોપ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દાનહના ઊંડાણના આદિવાસી સમુદાયને આત્‍મનિર્ભર બનાવવા સંકલ્‍પબદ્ધ

vartmanpravah

ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્‍કરો ત્રાટકયા

vartmanpravah

વલસાડ ગુંદલાવ ગ્રામ પંચાયત ખાતે રક્‍તદાન શિબિરમાં 111 રક્‍તબેગ એકત્ર કરાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

Leave a Comment