October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કાપરી રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવતી યુવતિનો વિડિયો વાયરલ

જોખમી સ્‍ટંટ કરવાની મનાઈ હોવા છતાં જીંદગી સાથે યુવા
રમત રમી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વલસાડના કાપરી રેલવે ઓવરબ્રિજ ઉપર એક યુવતિ જોખમી રીતે રીલ બનાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્‍યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
વલસાડના કાપરી રેલવે ઓવરબ્રિજ ઉપર એક યુવતિ જીવના જોખમે રીલ બનાવી રહ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હકિકત અને કાયદાકીય રીતે આવા જોખમી વિડીયો જીંદગીના ભોગે ના બનાવાય તેવો પ્રતિબંધ હોવા છતાં યુવાનીની ઘેલછા અને પ્રસિધ્‍ધિની ભૂખમાં યુવાનો ખોટા સાહસો અવારનવાર કરતા જોવા મળ્‍યા છે. નવનિર્મિત રેલવે પુલ ઉપર વિડીયો બનાવતી યુવતિનો વિડીયો વાયરલ થતા જ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વિશેષ ગંભીર બાબત તો એ છે કે રેલવેની 25000 વોટની હાઈટેન્‍સન લાઈન પણ પાસેથી પસાર થાય છે. જે યુવતિના જીવનને જોખમ પહોંચાડી શકે છે.

Related posts

આરોગ્યવિભાગની ૨૧૩ મેડિકલ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઇ

vartmanpravah

૨૬-વલસાડ મતવિસ્તાર માટે તરણ પ્રકાશ સિંહા (આઇએએસ)ની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક

vartmanpravah

એચ.ડી.એસ.વી. સાર્વજનિક હાઈસ્‍કૂલ ફડવેલ ખાતે વિકસિત ભારત સંકલ્‍પ રથયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

સેલવાસમાં બે સ્‍થળોએ બનેલી આગની ઘટના સેલવાસની એકદંત સોસાયટીની દુકાનમાં ભડકી ઉઠેલી આગ જ્‍યારે અથોલા ગામમાં એક ભંગારના ગોડાઉનમાં જમીન માલિકે લગાવેલી આગ

vartmanpravah

વીવીઆઈપી વિઝીટના ઉપલક્ષમાં દમણ જિલ્લામાં સોમવારની સાંજે 6 વાગ્‍યાથી બુધવારના સવારે 6 વાગ્‍યા સુધી ટ્રક સહિતના ભારે વાહનોના અવર જવર ઉપર પ્રતિબંધ

vartmanpravah

સેલવાસ ડિસ્‍ટ્રિક્‍ટ સેશન કોર્ટનો ચુકાદો સેલવાસમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્‍કૃત્‍ય કરનાર આરોપીને 20 વર્ષની કઠોર જેલ

vartmanpravah

Leave a Comment