Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસમાં કિશોરીએ ફાંસી લગાવી કરેલી આત્‍મહત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના ભુરકુંડ ફળિયામાં રહેતી અને ઝંડાચોક સરકારી શાળામાં ધોરણ 7માં ભણતી છોકરીએ અગમ્‍ય કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હોવાની ઘટના બની હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ઈશ્વરભાઈની ચાલ ભુરકુંડ ફળીયા સેલવાસ ખાતે રહેતી 13 વર્ષિય કિશોરી ધોરણ સાતમાં ઝંડાચોક ખાતેની શાળામાં ભણતી હતી. તેનો ભાઈ બપોરે શાળા બહાર છોડી ગયો હતો. પરંતુ કિશોરી શાળામાં ગઈ ન હતી અને પરત પોતાના ઘરે આવી હતી. કિશોરીએ ઘરના દરવાજાને અંદરથી બંધ કરી અગમ્‍ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હતી. કિશોરીનો ભાઈ બપોરે ઘરે આવ્‍યો તો ઘરના દરવાજાનું તાળુ ખુલ્લુ હતું અને અંદરથી દરવાજો બંધ હતો. જેથી એણે દરવાજો ખખડાવ્‍યો પણ કોઈ જ જવાબ નહીં મળતાં એની માતા જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે, તેમને અને પોલીસને ફોન કરી જાણ કરવામાં આવી હતી.
પોલીસની ટીમ ઘટના સ્‍થળે આવ્‍યા બાદ દરવાજો તોડી અંદર જોતા કિશોરી ઘરની અંદર ગળે ફાંસો લગાવેલ હાલતમાં જોવા મળી હતી. પોલીસે લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) માટે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. મોતને વ્‍હાલું કરનાર છોકરીના પિતા પોતાના ગામ બિહાર ગયેલ છે અને માતા કંપનીમાં નોકરી કરેછે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

દીવ નગરપાલિકા દ્વારા કેબીન-રેકડીવાળા તથા નાના વેપારીઓ પાસેથી જકાત રૂપે રોજના 50રૂા. લેવાતા એડીએમને રજૂઆત

vartmanpravah

ડીપીએલ સિઝન-રની ચેમ્‍પિયન બનતી ડાભેલની જે.ડી.કિંગ્‍સ : રનર્સ અપ કચીગામની ફેન્‍સી ઈલેવન

vartmanpravah

યુક્રેનમાં ફસેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્મા એર ઈન્‍ડિયાના વિશેષ ફલાઈટથી દિલ્‍હી પહોંચતા પરિવાર સહિત પ્રદેશને થયેલી હૈયાધરપત

vartmanpravah

ઉમરગામના દરિયા કિનારે ગણેશ ભક્‍તોની લાપરવાહીના કારણે ગણપતિની ખંડિત પ્રતિમાઓના અપમાનિત દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજીત મેરેથોન અને ટગ ઓફ વોરમાં વિજેતાઓને પુરસ્‍કાર અપાયા

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની શાળાઓમાં વોટર ટ્રેપ ફિલ્‍ટર લગાવાયા

vartmanpravah

Leave a Comment