(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલીમાં ગત દિવસો દરમિયાન ખાબકેલા ભારે વરસાદના કારણે રખોલીથી સાયલી તરફ જતા રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. ખાડાઓના કારણે વાહનચાલકો તથા રાહદારીઓને ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે. આ રસ્તા પર કેટલાય ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં લોડિંગ-અનલોડીંગ માટે મોટામોટા ટ્રક કન્ટેનરો સહિતના અસંખ્ય નાના-મોટા વાહનો અવર-જવર કરે છે. ઉપરાંત કંપનીઓમાં કામદારો, કર્મચારીઓ માટે આ રસ્તો ખાસ મહત્વનો છે. પરંતુ મોટા મોટા ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવા સાથે લોકોના સમયનો પણ વ્યય થઈ રહ્યો છે. જિલ્લા પ્રશાસન દ્વારા આ ખખડધજ રસ્તાને તાત્કાલિક રીપેર કરવામાં આવે અને તમામ લોકોને રાહત મળે એવી માંગ બુલંદ બની છે.
Previous post