(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સંઘપ્રદેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દાદરા નગર હવેલીની સરકારી શાળાના નોડલ શિક્ષકોને ડેન્ગ્યુના ફેલાવાને અટકાવવા માટે ‘જાગૃતિ અભિયાન’ અંતર્ગત તામીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંછે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી જિલ્લાની સરકારી શાળાના નોડલ શિક્ષકો માટે સંઘપ્રદેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ડેન્ગ્યુ રોગને ફેલાતો અટકાવવાના પગલાં રૂપે સામુહિક પ્રયાસના હેતુથી અસરકારક નિવારણ અને જાગૃતિ અભિયાન અંતર્ગત દરેક શાળામાંથી નોડલ શિક્ષકની પસંદગી કરી તેમને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજીત આ જાગૃતિ તાલીમનો ઉદ્દેશ્ય ડેન્ગ્યુના ફેલાવવાને રોકવા અને આ રોગ વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવાનો છે. જેમાં પીપીટી પ્રેઝન્ટેશન, મચ્છરના સંવર્ધન સ્થળો અને લાર્વાનું જીવંત પ્રદર્શન અને માહિતીપ્રદ વિડીયો દ્વારા તાલીમ આપી નોડલ શિક્ષકો પોતપોતાની શાળાઓના વિદ્યાર્થીઓમાં જીવલેણ ડેન્ગ્યુ રોગ વિશે જાગૃતિ કેળવશે અને તેના નિવારણના પગલાં વિશે શીખવશે.
અત્રે યાદ રહે કે, ડેન્ગ્યુ એ એડીસ મચ્છરના કરડવાથી થતો ગંભીર રોગ છે તેથી શાળાના વિદ્યાર્થીઓને તેના ફેલાવો રોકવા અને તેના નિવારણ માટેના પગલાંના ભાગરૂપે નોડલ શિક્ષકોને આ તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ દ્વારા નોડલ શિક્ષકો બાળકોને ડેન્ગ્યુને કેવી રીતે અટકાવી શકાય તે અંગે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષિત કરશે. આ સાથે, તેઓ તેમનીશાળાઓમાં મચ્છર સંવર્ધન મુક્ત શાળાઓજેવી નવીનતાઓને અમલમાં મૂકવા માટે પણ સક્ષમ હશે. બાળકોને ડેન્ગ્યુ વિશે શિક્ષિત કરીને તેઓ તેમના પરિવાર અને સમાજમાં જાગૃતિ ફેલાવશે, જેનાથી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવશે.

Next Post