July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ખૂંધ ગામે આદર્શ નિવાસી શાળામાં 40 જેટલી વિદ્યાર્થીનીઓ અચાનક તબિયત લથડી

ઝાડા-ઉલ્‍ટી અને પેટમાં દુઃખાવો, આંખ ખેંચવા સહિતની તકલીફ ઉભી થતાં વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સારવાર બાદ શાળામાંથી રજા આપી દેવાઈઃ વિદ્યાર્થીનીઓની અચાનક તબિયત લથડવાનું કારણ અકબંધઃ સમગ્ર પ્રકરણ પર ભીનું સંકેલવાનો કરવામાં આવી રહેલો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી નજીકના ખૂંધ ગામે સાતપીપળા વિસ્‍તારમાં આવેલ આદર્શનિવાસી શાળામાં ગુરુવારના રોજ ધોરણ-9 અને ધોરણ-10 ની વિદ્યાર્થીનીઓને ઝાડા-ઉલ્‍ટી, પેટમાં દુઃખાવો, આંખ ખેંચાવા સહિતની તકલીફ ઊભી થવા સાથે અચાનક તબિયત લથડતા શાળામાં એક સમયે ફફડાટ વ્‍યાપી જવા પામ્‍યો હતો. આ અંગેની જાણ થતાં અલીપોર પીએચસીના સ્‍ટાફ શાળા પર જઈ વિદ્યાર્થીનીઓને તપાસી સ્‍થળ ઉપર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આદર્શ નિવાસી શાળામાં ધોરણ-9 અને ધોરણ-10 ની કુલ 17-જેટલી વિદ્યાર્થીનીઓને ઝાડા-ઉલ્‍ટીની તકલીફ થઈ હતી. પરંતુ અન્‍ય વિદ્યાર્થીનીઓને પણ સામાન્‍ય અસર થતા દહેશતનો માહોલ સર્જાતા 40-જેટલી વિદ્યાર્થીઓને પરિવારજનો રજા લઈ ઘરે લઈ ગયા હતા.
જોકે આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીનીઓની તબિયત બગડવાનું ચોક્કસ કારણ બહાર આવવા પામ્‍યું ન હતું. જ્‍યારે આચાર્ય દ્વારા વરસાદનું પાણી બોરમાં જતા પાણી બગડવાના કારણે આ તકલીફ થઈ હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ વરસાદી પાણીથી તકલીફ થાય એ વાત ગળે ઉતરે તેમ નથી ત્‍યારે ભોજનમાં તકલીફ હતી કે પછી કોઈક જગ્‍યાએ ડ્રેનેજ પાણી મિક્ષ થયું હતું તે તપાસનો વિષય છે. પરંતુ વિદ્યાર્થીનિઓની આ રીતે અચાનક તબિયત લથડતી હોય તેની ગંભીરતા લઈ તંત્ર દ્વારા જરૂરી તપાસ કરી સાચી હકીકત બહાર લાવી જવાબદારો સામે પગલાં લેવામાંઆવે તે જરૂરી છે.
આદર્શનિવાસી શાળાના આચાર્ય નરેન્‍દ્રભાઈના જણાવ્‍યાનુસાર ધોરણ-9 અને ધોરણ-10 ની વિદ્યાર્થીનીઓને ઝાડા-ઉલ્‍ટી, પેટમાં દુઃખાવો, આંખ ખેંચાવા સહિતની તકલીફ ઊભી થઈ હતી. જેમાં 17-જેટલી વિદ્યાર્થીનીઓને ઝાડા-ઉલ્‍ટીની તકલીફ હતી. બાકીની ડરના કારણે રજા લેતા 40-જેટલી વિદ્યાર્થીનીઓ રજા લઈ ગઈ છે. વરસાદનું પાણી ભેળસેળ થતા તકલીફ હોય તેમ લાગે છે. હવે બહારથી પાણી લાવીએ છીએ.
ટીએચઓ ડો.અનિલભાઈના જણાવ્‍યાનુસાર આદર્શ નિવાસી શાળામાં 17-વિદ્યાર્થીનીઓને ઝાડ-ઉલ્‍ટીની તકલીફ થતા સ્‍ટાફ દ્વારા શાળામાં જ સારવાર આપવામાં આવી હતી. ગંભીર લક્ષણો હોય તેવામાં જ અમને જાણ કરવાની હોય છે. આ તો હળવા લક્ષણો હતા. એટલે સ્‍ટાફે જાણ કરી ન હશે. સમસ્‍યા સર્જાવાનું કારણ જરૂરી તપાસ કરી શોધવામાં આવશે.

તાલુકાના આરોગ્‍ય અધિકારીને લશ્‍કર કયાં લડે તેની કોઈ ખબર જ નથી

એક સાથે સંખ્‍યાબંધ વિદ્યાર્થીનીઓની અચાનક તબિયત લથડવા અંગે મીડિયા કર્મી દ્વારા ટીએચઓનો સંપર્ક કરતા આ અંગે તેમને જાણ ન હતી. આરોગ્‍ય કર્મચારીઓ શાળા પર જઈને વિદ્યાર્થીનીઓની સારવાર કરી આવ્‍યા હતા. પરંતુ તેના બીજા દિવસે પણ ટીએચઓને ખબર ન હતી. બીજી તરફ ટીએચઓના મતે આ ગંભીર બાબત ન હતી. સામાન્‍ય લક્ષણ હોવાથી સ્‍ટાફે જાણ કરી ન હોવાનું રટણકરી લુલો બચાવ કરી જવાબદારીમાંથી હાથ ખંખેરવાની ફિરાકમાં જણાયા હતા. અને તેમના માટે આ બનાવ કરતા સાહેબની મિટિંગ મહત્‍વનું હોય તેમ જણાવ્‍યું હતું.

Related posts

વડાપ્રધાનશ્રીની ન્યૂ સ્ટાર્ટઅપ અને મેક ઈન ઈન્ડિયાની પહેલ વાપીમાં રંગ લાવી

vartmanpravah

દાનહમાં કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડી તાલુકાના પલસાણા ગામનો ઉપ સરપંચ બન્‍યો ડુપ્‍લીકેટ નાયબ મામલતદાર

vartmanpravah

મલીયાધરામાં શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન યુનિટી ગ્રુપ દ્વારા યોજાયેલા રક્‍તદાન કેમ્‍પમાં 82 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજીસમાં આરતી શણગાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દેગામના ક્‍વોરી વિસ્‍તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરાતા જીપીઆરએસ સિસ્‍ટમને પગલે માલિકને એલર્ટ મેસેજ મળતા ડીઝલ ચોરોને રંગે હાથ ઝડપી પાડયા

vartmanpravah

Leave a Comment