January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

મલીયાધરામાં શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન યુનિટી ગ્રુપ દ્વારા યોજાયેલા રક્‍તદાન કેમ્‍પમાં 82 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના મલીયાધરા ગામે યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત રક્‍તદાન કેમ્‍પનું ઉદ્‌ઘાટન જિલ્લા ડિવાયએસપી એસ.કે.રાય, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર, જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્‍પનાબેન ગાવિત, કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ પટેલ, ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ વૈભવ બારોટ, મહામંત્રી સમીરભાઈ, પીઆઈ કે.જે.ચૌધરી, જિલ્લા સભ્‍ય સેજલબેન, તાલુકા સભ્‍ય દક્ષાબેન સહિતનાની ઉપસ્‍થિતિમાં દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્‍યું હતું. મહાનુભવો દ્વારા યુનિટી ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિનેબિરદાવવામાં આવી હતી અને સતત ચાર વર્ષથી રક્‍તદાન કેમ્‍પ યોજવા માટે અભિનંદન પાઠવ્‍યા હતા. યુનિટી ગ્રુપ દ્વારા રક્‍તદાતાઓની સુરક્ષા માટે દરેક રક્‍તદાતાને હેલ્‍મેટની ભેટ આપવામાં આવી હતી. કેમ્‍પમાં યુનિટી ગ્રુપના યુવાનો દ્વારા ભારે ઉત્‍સાહ દાખવવામાં આવતા 82- યુનિટ જેટલું રક્‍તએકત્ર થયું હતું. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે પણ માલિયાધરામાં યુનિટી ગ્રુપ આયોજિત ગણેશ મહોત્‍સવની મુલાકાત લઈ ધાર્મિક ઉત્‍સવ સાથે રક્‍તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિ માટે યુવાનોને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના કપરાડાના ઓઝર અને કાકડકોપર ગામમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા આવી પહોંચી

vartmanpravah

વાપી ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્મા સ્‍ટેટ ફૂટબોલ ટીમ માટે પસંદગી

vartmanpravah

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભાવ વધારો ખેડૂતોને પરંપરાગત ખેતી તરફ લઈ જાય તો નવાઈ નહીં

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ગુજરાત સરકારના પ્‍લેસમેન્‍ટ કેમ્‍પમાં 302 વિદ્યાર્થીની નોકરી માટે પસંદગી થઈ

vartmanpravah

વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કપરાડાના બામણવાડામાં વાજતે ગાજતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment