Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવલસાડવાપી

પારડી તાલુકાના પલસાણા ગામનો ઉપ સરપંચ બન્‍યો ડુપ્‍લીકેટ નાયબ મામલતદાર

  • મુંબઈના કંપની માલિક સાથેકરી 35 લાખની કરેલી ઠગાઈ

  • સરકારી કાગળો, સિક્કાઓ તથા બનાવતી સરકારી હુકમો પણ બનાવી ગુનો આચરતા થયો જેલ ભેગો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.22
મુંબઈમાં નેપન્‍સી રોડ જેવા પોસ વિસ્‍તારમાં રહેતા અને વતન એન્‍ટરપ્રાઈઝ પ્રા. લી. નામની કંપની ધરાવતા સુરેશભાઈ ગોરધનદાસ મખીજા પોતાની માલિકીની કંપની વતન એન્‍ટરપ્રાઈઝ પ્રા. લી.ની નામે ચાલી આવતી પારડી તાલુકાની ખડકી ખાતેની સર્વે નંબર 1454 બિન ખેતીની જમીનમાં સ્‍પેલીગમાં ભૂલ હોય સુધરાવવા માટે પારડી મામલતદાર કચેરી ખાતે આવતા તેમનો ભેટો મી.નટવરલાલ એવા મિત્તલ હર્ષદરાય જોશી સાથે થયો હતો.
ઘણા સમયથી મામલતદાર કચેરી ખાતે પડ્‍યા પાથર્યા રહેતા અને સેટીંગનું કામ કરી લોકોને છેતરતા મિત્તલ જોશીએ સુરેશભાઈને મોટો બકરો સમજીને તેમને છેતરવા તરકીબ અજમાવી પોતે પારડી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર હોય તમારું કામ બે દીવસમાં થઈ જશે હોવાનું જણાવી વિશ્વાસ કેળવ્‍યો હતો.
ત્‍યારબાદ મી.નટવરલાલ એવા મિત્તલ જોશીએ પોતાની વાકછટા અને ચાલાકી અપનાવી જમીનના માલિક સુરેશભાઈને તમારી જમીન હાઇવે માજિગમાં હોય આ જમીનના બદલામાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની યોજના હેઠળ તમને 8000 સ્‍વેકર ફૂટ જેટલી બીજી જગ્‍યામળશે હોવાનું જણાવી 110 રૂપિયા સ્‍કેવર ફૂટ લેખે ટૂકડે ટુકડે 35 લાખ જેટલી માતબર રકમ જમીન માલિક શ્રી સુરેશભાઈ પાસે પડાવી લઈ તેઓની સાથે છેતરપિંડી કરી હતી.
આટલેથી નહિ અટકતા મી.નટવરલાલ એવા મિત્તલે સરકાર સાથે પણ વિશ્વાસઘાત કરી પોતે નાયબ મામલતદાર બની સરકારી દસ્‍તાવેજો, સિક્કાઓ તથા કલેકટરશ્રીના પણ ડુપ્‍લીકેટ કાગળો, હુકમો બનાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ પારડી પોલીસ સ્‍ટેશને જમીન માલિક સુરેશભાઈએ નોંધાવતા પારડી પોલીસે પલસાણાના ઉપ સંરપચ એવા ચિટર મી.નટવરલાલ મિત્તલ હર્ષદરાય જોશીની ઇ.પી.કો. કલમ 406 , 420, 465, 467, 418, 471 મુજબ ધરપકડ કરતા સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી ગઈ હતી.

Related posts

નવસારી એલસીબી પોલીસે મલવાડા ઓવરબ્રિજ પાસેથી દારૂ ભરેલ ઈનોવા સાથે એકની ધરપકડ કરી : રૂા.6.83 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

દાનહના ઔદ્યોગિક એકમોમાં વધી રહી છે દુર્ઘટનાઓની સંખ્‍યાઃ ફેક્‍ટરી ઈન્‍સ્‍પેક્‍ટરની કાર્યશૈલી પર ઉઠી રહ્યા છે સવાલો

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સંઘપ્રદેશ કક્ષાની શાળાકીય રમત-ગમત સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

દાનહ મરાઠી સેવા સંઘ દ્વારા સમાજના અગ્રણીઓ અને તેજસ્‍વી વિદ્યાર્થીઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

આદિવાસી ગૌરવ દિવસ અંતર્ગત આદિવાસીઓના નાયક બિરસા મુંડાની વિદ્યાર્થીઓને માહિતી અપાઈ

vartmanpravah

Leave a Comment